અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ ગેંગના હિસ્ટ્રીશીટરની કરી ધરપકડ, કરણી સેનાના પ્રમુખની હત્યામાં પણ હતો સામેલ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગના હિસ્ટ્રીશીટર મનોજ ઉર્ફે ચક્કી શંકરલાલ સાલવીને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી લીધો છે. વર્ષ 2023માં કરણીસેનાના પૂર્વ અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા અને કાવતરું રચવાના આરોપી મનોજની ધરપકડ કરી છે.
વર્ષ 2022માં આર્મ્સ એક્ટ કેસમાં પણ ચક્કીનું નામ સામે આવ્યું હતું. અમદાવાદ રથયાત્રાની તૈયારીઓમાં સક્રિયતા.- સજાગતાને કારણે ખાસ ઝુંબેશમાં આરોપીઓને પકડવાની કામગીરી ચાલી રહી છે. આરોપી મનોજ વિરુદ્ધ ૧૨ ગુના નોંધાયેલા છે. જો કે, ત્રણ વર્ષ પછી ક્રાઈમ બ્રાન્ચને આ સફળતા મળી છે.
મનોજ સાલવી એક હિસ્ટ્રીશીટર છે. તેની સામે ગુજરાત સહિત રાજસ્થાન અને દિલ્હીમાં પણ અનેક ગુના નોંધાયેલા છે. પોલીસ રેકોર્ડ અનુસાર, તેની સામે ઓછામાં ઓછા 11 ગુના છે, જેમાં મોટાભાગે સશસ્ત્ર લૂંટ, ગેરકાયદે હથિયારોનો કબજો અને એક હત્યા પણ સામેલ છે. તેની સામે નોંધાયેલા ગુના નીચે પ્રમાણે છે.
- નાઈ પોલીસ સ્ટેશન, ઉદયપુર (2020) - આર્મ્સ એક્ટ
- સુખેર પોલીસ સ્ટેશન, ઉદયપુર (2020) - લૂંટ
- હિરણ મગરી પોલીસ સ્ટેશન, ઉદયપુર (2020) - આર્મ્સ એક્ટ, લૂંટ
- હિરણ મગરી પોલીસ સ્ટેશન, ઉદયપુર (2020) - લૂંટ
- હઠીપોલ પોલીસ સ્ટેશન, ઉદયપુર (2022) - આર્મ્સ એક્ટ
- સમાયપુર બદલી, દિલ્હી (2023) - આર્મ્સ એક્ટ
- બિન્દાપુર પોલીસ સ્ટેશન, દિલ્હી (2023) - આર્મ્સ એક્ટ
- ધનમંડી પોલીસ સ્ટેશન, ઉદયપુર (2023) - આર્મ્સ એક્ટ
- માવલી પોલીસ સ્ટેશન, રાજસ્થાન (2023)- આર્મ્સ એક્ટ
- શ્યામનગર પોલીસ સ્ટેશન (2023) - કરણી સેના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હાઈ-પ્રોફાઈલ હત્યા તેમજ આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો. સાલવીને NIA દ્વારા 18 મહિના સુધી અટકાયતમાં રખાયો હતો. બાદમાં તેને જામીન મળ્યા હતા.
- હર્માડા પોલીસ સ્ટેશન, જયપુર (2024) - આર્મ્સ એક્ટ