ચોમાસું ભરપૂર, જૂનમાં 44 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ
4.43 ઈંચની એવરેજ સામે પ્રથમ રાઉન્ડમાં જ 161 ટકા વધુ (11.55 ઈંચ) વરસાદ પડી ગયો
ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી દીધી છે અને મોટાભાગના વિસ્તારો જૂનમાસમાં જ તરબતર થઈ ગયા છે. વરસાદનો હજુ પ્રથમ રાઉન્ડ પુરો થયો નથી ત્યાં ગુજરાતમાં સિઝનનો 9 ટકા વરસાદ વરસી ગયો છે જ્યારે જૂનમાસમાં વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જૂન માસમાં સરેરાશ 4.43 ઈંચ વરસાદની જગ્યાએ ર્જાયમાં સરેરાશ 11.55 ઈંચ એટલે કે, 161 ટકા વધુ વરસાદ પડી ગયો છે.
ચોમાસાની પેટર્ન બદલાઈ ગઈ હોય તેમ જ્યાં કાયમી ઓછો વરસાદ પડતો હતો તેવા વિસ્તારોમાં પણ આ વર્ષે મેઘરાજા ભરપૂર વરસ્યા છે.સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 110.8 મિમી (4.43 ઇંચ) વરસાદની એવરેજ છે. એની સામે 288.7 મિમી (11.55 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂૂરિયાત કરતાં 161% વધુ વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 125 વર્ષના ઇતિહાસમાં જૂન મહિનામાં સૌથી વધુ 298.3 મિમી (11.93 ઇંચ) વરસાદ 1980 માં નોંધાયો હતો, એટલે કે આ વખતે 44 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ સાથે 125 વર્ષનો બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. 2024માં જૂનમાં રાજ્યમાં મેઘરાજાની 9 દિવસની હાજરી સામે ચાલુ સિઝનમાં જૂનના 16 દિવસની હાજરી આપી છે. રાજ્યના 5 ઝોનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 19 દિવસ અને કચ્છમાં સૌથી ઓછા 8 દિવસ મેઘરાજા વરસ્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જે દિવસે 2.5 મિમી કે તેથી વધુ વરસાદ વરસે એને વરસાદનો 1 દિવસ ગણવામાં આવે છે.
આ સિવાય ચોમાસાના પ્ર્રથમ રાઉન્ડમાં જ રાજ્યના ચાર તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના ડોલવાણમાં 1092 મીમી એટલે કે, લગભગ 44 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. જ્યારે નવસારીના ખેરગ્રામમાં 107 મીમી (41.5 ઈંચ), વલસાડના કપરાડામાં તો 1238 મીમી (49.5 ઈંચ) તથા સુરતના ઉમરપાડામાં 1037 મીમી (41.5 ઈંચ) વરસાદ પડી ગયો છે.ગઈગકાલ સુધીના ડેટા મુજબ 34 તાલુકામાં 20 ઈંચથી 40 ઈંચ અને 251 તાલુકામાં 10 ઈંચથી 20 ઈંચ સુધી વરસાદ પડ્યો છે.
તા. 4 જૂલાઈ સવારે 6 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 40.93 ટકા, સૌરાષ્ટ્રમાં 39.75 ટકા, ઉત્તર ગુજરાતમાં 33.57 ટકા તથા કચ્છમાં 37.64 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યના પાંચ ઝોનમાં વરસાદની સ્થિતિ
- કચ્છમાં મેઘરાજાએ સૌથી ઓછા 8 દિવસની હાજરી આપી છે. જૂનમાં 50.1 મિમી (2 ઇંચ)વરસાદની જરૂૂરિયાત સામે 142.3 મિમી (5.69 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂૂરિયાત કરતાં 184% વધુ વરસાદ રહ્યો છે.
- ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ 15 દિવસની હાજરી આપી છે. જૂનમાં 80.2 મિમી (3.21 ઇંચ)ની જરૂૂરિયાત સામે 178 મિમી (7.12 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂૂરિયાત કરતાં 122% વધુ વરસાદ છે.
- મધ્ય-પૂર્વ ગુજરાતમાં મેઘરાજાએ 17 દિવસની હાજરી આપી છે. જૂન સુધીમાં 113 મિમી (4.52 ઇંચ)ની જરૂૂરિયાત સામે 278.9 મિમી (11.16 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂૂરિયાત કરતાં 147% વધુ વરસાદ રહ્યો છે.
- સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ 11 દિવસની હાજરી આપી છે. જૂનમાં 127.7 મિમી (5.12 ઇંચ)ની જરૂૂરિયાત સામે 245.1 મિમી (9.80 ઇંચ) વરસાદ થયો છે.
- દક્ષિણ ગુજરાતમા મેઘરાજાએ સૌથી વધુ 19 દિવસની હાજરી આપી. જૂનમાં 253.4 મિમીની જરૂૂરિયાત સામે 532.5 મિમી (21.3 ઇંચ) વરસાદ મળ્યો છે.