ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય, પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આજથી ફરી વરસાદી માહોલ સર્જાયો અને રાજ્યના ઘણા વિસ્તારોમાં ચોમાસું ફરી સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શરૂૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં 15 જુલાઈથી ફરીથી વરસાદનું જોર અને પ્રમાણ વધવાની શરૂૂઆત થશે જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં જે વરસાદની ઘટ છે તે ઓછી થવાની શક્યતા દેખાઈ રહી છે.
હાલ રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને મોન્સુન ટ્રફ જે ઉત્તર ભારત ઉપર હતી તે હવે ખસીને રાજસ્થાન ઉપર એટલે કે ગુજરાતની નજીક આવી ગઈ છે.આ ઉપરાંત છત્તીસગઢ પર એક વરસાદી સિસ્ટમ બનેલી છે જે આગામી એકથી બે દિવસમાં ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા છે, જેના લીધે રાજ્યમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂૂ થવાની શક્યતા છે.
હવામાન વિભાગે જારી કરેલા બુલેટિન પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ઘણા વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ થવાની શક્યતા છે.આ ઉપરાંત આગામી પાંચ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે.
રાજ્યમાં 15 જુલાઈથી વરસાદનું જોર વધશે અને લગભગ 21 જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.હવામાનના વિવિધ મોડલો પ્રમાણે ગુજરાતમાં હાલ ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે અને આ અઠવાડિયામાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે.
આગાહી મુજબ આવતી કાલે સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભરૂૂચ, નર્મદા, અરવલ્લી, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, ખેડા, આણંદ, નડિયાદ, ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.ગુજરાતમાં 10 જૂનના રોજ ચોમાસાની શરૂૂઆત થઈ હતી પરંતુ તે બાદ ચોમાસું નબળું થઈ ગયું હતું અને વરસાદ બંધ થઈ ગયો હતો. 22 જૂન બાદ ફરીથી રાજ્યમાં ચોમાસું સક્રિય થયું અને ઘણા વિસ્તારોમાં જૂનના અંત સુધીમાં વાવણીલાયક વરસાદ થયો હતો.તેમ છતાં 15 જુલાઈ સુધીમાં ગુજરાતમાં સરેરાશ કરતાં 4 ટકા ઓછો વરસાદ થયો છે, 25 જિલ્લાઓમાં સરેરાશ કરતાં ઓછા વરસાદ થયો છે. સરેરાશ કરતાં સૌથી ઓછો વરસાદ દાહોદ જિલ્લામાં થયો છે.