પાલડીમાં વાંદરાનો આતંક, 15 લોકોને બચકાં ભરી લેતાં ભયનો માહોલ
કોર્પોરેશન-વનવિભાગને વારંવાર ફરિયાદ છતાંય પરિણામ શૂન્ય
અમદાવાદના પાલડીમાં વાંદરાનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે પાલડીની નવપદ, શારદા સોસાયટીમાં સૌથી વધારે વાંદરાનો ત્રાસ જોવા મળ્યો છે,વાંદરાએ 15 કરતા વધુ સ્થાનિકોને હાથે અને પગના ભાગે બચકા ભર્યા છે,તો સ્થાનિકો ઘરની બહાર નીકળે અને વાંદરા બચકા ભરીને જતા રહેતા હોવાની ફરિયાદ ઉઠી છે.
તો બીજી તરફ સોસાયટીના સ્થાનિકોનો આક્ષેપ છે કે,કોર્પોરેશનને વારંવાર ફરિયાદ કરી છે તેમ છત્તા વાંદરાને પૂરતા નથી,ઘરની બહાર નીકળવું હોય તો લાકડી લઈને નીકળવું પડે છે,વન વિભાગની ટીમ પણ રોજ આવે છે અને પરત ફરે છે પણ વાંદરાને પકડી શકતી નથી,સ્થાનિકોનું કહેવું છે કે,વન વિભાગની ટીમ દેખાડા કરીને જતી રહે છે.પાલડીની નવપદ ,શારદા અમુલ સોસાયટીના સ્થાનિકોને કપિરાજે કર્યા ઇજાગ્રસ્ત તો નવપદ સોસાયટીમાં દેરાસર આવેલું હોવાથી લોકો દર્શન કરવા આવે ત્યાં વધુ લોકો થયા ઇજાગ્રસ્ત. વધતા જતા શહેરીકરણથી વાંદરાઓના રહેવા દિવસેને દિવસે ઘટતી જાય છે. સાથે જ ફળ સાથે ઝાડના પાન પણ આરોગનારા વાંદરાઓ માટે પોતાના માટે ખોરાક શોધવો એ પણ એક સમસ્યા બની રહી છે. સામાન્ય રીતે, વાંદરાના ટોળાનો નેતા એટલે નર વાંદરો બીટા મેઇલ એટલે કે નાના નર વાંદરાઓને બહાર કાઢે છે, જેના પરિણામે તેઓ આક્રમક બને છે.
બાદમાં, સમય જતાં આ બીટા મેઇલ મોટા થાય છે ત્યારે ટોળાના નર વાંદરાને બહાર કાઢી શકે છે, અને આક્રમકતાનું ચક્ર ચાલુ રહે છે. તદુપરાંત, પોતાના નાના બચ્ચા માટે માદા અત્યંત રક્ષણાત્મક બની શકે છે. કોઇ પણ સ્થિતિમાં તે અસુરક્ષા અનુભવે તો હુમલો કરી શકે છે.