અમદાવાદમાં મોનલ શાહનું પિછવાઇ કલાનું સોલો પ્રદર્શન
અમદાવાદનાં કલાકાર મોનલ શાહે અમદાવાદની ગુફા ખાતે તેનું પ્રથમ સોલો એક્ઝિબિશન રજૂ કર્યું છે. આ એક્ઝિબિશનમાં કેનવાસ પર 50થી વધુ જટીલ તેમજ બારીક વિગતો સાથેના પિછવાઈ ચિત્રો રજૂ કરવામાં આવ્યા છે. આ એક્ઝિબિશન 13થી 15 સપ્ટેમ્બર 2024 દરમિયાન સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન લોકો માટે ખુલ્લું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન જાણીતા કલાકાર નબીબખ્શ મન્સૂરીના હસ્તે કરવામાં આવ્યું હતું.
મોનલ શાહે કાપડને બદલે કેનવાસ પર કામ કરીને અને તેના ટુકડાઓમાં વાસ્તવિક સોનાના ફોઇલિંગનો ઉપયોગ કરીને ક્લાસિક પિછવાઈ કલાને નવા સ્વરૂૂપે રજૂ કરી છે. તેમનાં આ ચિત્રો આદ્યાત્મિક અને સાંસ્કૃતિક સારને જાળવી રાખીને વર્ષો જૂના કલા સ્વરૂૂપના આધુનિક સ્વરૂૂપને દર્શાવે છે. લોકોને પિછવાઈ ચિત્રોના આ અદ્ભૂત સંગ્રહનો અનુભવ કરવા અને આધુનિક તકનીકો અને સામગ્રી દ્વારા પરંપરાગત ભારતીય કલાને કેવી રીતે પરિવર્તિત કરી શકાય છે તે જોવા માટે આમંત્રિત કરવામાં આવે છે.