For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમૂલ ડેરી સેક્ટરની સૌથી મોટી કંપની બનાવવા મોદીની ગેરંટી

05:19 PM Feb 22, 2024 IST | Bhumika
અમૂલ ડેરી સેક્ટરની સૌથી મોટી કંપની બનાવવા મોદીની ગેરંટી
  • 50 વર્ષ અગાઉ વાવેલો રોપ હવે વિશાળ વટવૃક્ષ બની દેશ વિદેશમાં ડાળીઓ ફેલાવી રહયો છે: અમૂલની સુવર્ણ જયંતી પ્રસંગે વડાપ્રધાન ઓળધોળ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મહિલા શક્તિ એ ભારતના ડેરી ક્ષેત્રની વાસ્તવિક કરોડરજ્જુ છે. તેમણે તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં આ વાત કહી હતી. અમદાવાદમાં જનસભા દરમિયાન પીએમ મોદીએ કહ્યું- હું માનું છું કે આજે આપણે વિશ્વમાં સૌથી વધુ ડેરી ઉત્પાદક દેશ છીએ.

Advertisement

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે અમૂલની સુવર્ણ જયંતીની ઉજવણીમાં બોલતા વડાપ્રધાને કહ્યુ કે, ભારતમાં દૂધ ઉત્પાદનમાં 60 ટકાનો વધારો થયો છે. છેલ્લા 10 વર્ષમાં દૂધની ઉપલબ્ધતામાં પણ વધારો થયો છે. ભારતમાં ડેરી ક્ષેત્ર 6 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે, જ્યારે વિશ્વમાં આ ક્ષેત્ર 2 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે.

પીએમ મોદીના કહેવા પ્રમાણે, આપણી મહિલાઓ, આપણી માતાઓ અને બહેનો તેની તાકાત છે. ભારતના ડેરી સેક્ટરની વાસ્તવિક કરોડરજ્જુ મહિલા શક્તિ છે. આજે અમૂલ સફળતાની ટોચે છે, જેની પાછળ મહિલા શક્તિ છે. હું માનું છું કે ભારતનો વિકાસ થશે. આ માટે ભારતની મહિલાઓની આર્થિક શક્તિ વધારવી જરૂૂરી છે.

Advertisement

પીએમ મોદીએ તેમના સંબોધનમાં અમૂલ બ્રાન્ડની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો અને તેને સહકારની શક્તિ ગણાવી. તેમણે કહ્યું કે આજે નાના પશુપાલકોનું આ સંગઠન જે મોટા પાયા પર કામ કરી રહ્યું છે તે સંગઠનની તાકાત છે. સહકારની શક્તિ છે. 50 વર્ષ પહેલા ગુજરાતના ગામડાઓએ ભેગા મળીને જે રોપા વાવ્યા હતા તે આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે અને આ વિશાળ વટવૃક્ષની ડાળીઓ દેશ-વિદેશમાં ફેલાયેલી છે.

ભારતની આઝાદી પછી, દેશમાં ઘણી બ્રાન્ડ્સ બનાવવામાં આવી, પરંતુ અમૂલ જેવી કોઈ નથી. આજે અમૂલ ભારતના પશુપાલકોની શક્તિનું પ્રતીક બની ગયું છે. અમૂલ એટલે ટ્રસ્ટ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે જનભાગીદારી, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તિકરણ, અમૂલ એટલે સમય સાથે આધુનિકતાનું એકીકરણ, અમૂલ એટલે આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા, અમૂલ એટલે મોટા સપના, મોટા સંકલ્પો અને મોટી સિદ્ધિઓ પણ.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આઝાદી પછી ભારતમાં કેટલીક બ્રાન્ડનો ઉદય થયો હોવા છતાં અમૂલ જેવી કોઈ બ્રાન્ડ નથી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમૂલ ભારતનાં પશુપાલકોની તાકાતનું પ્રતીક બની ગયું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમૂલનો અર્થ થાય છે વિશ્વાસ, વિકાસ, લોકભાગીદારી, ખેડૂતોનું સશક્તીકરણ અને સમયની સાથે ટેકનોલોજીમાં થયેલી પ્રગતિ. મોદીએ જણાવ્યું હતું કે, અમૂલ ભારતનું પ્રેરકબળ છે. વિશ્વના 50થી વધુ દેશોમાં અમૂલના ઉત્પાદનોની નિકાસ થાય છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ સંસ્થાની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો અને 18,000થી વધુ દૂધ સહકારી સમિતિઓ, 36,000 ખેડૂતોનું નેટવર્ક, દરરોજ 3.5 કરોડ લિટર દૂધની પ્રક્રિયા અને રૂૂ. 200 કરોડથી વધુના પશુપાલકોને ઓનલાઈન ચૂકવણીનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નાનાં પશુપાલકોની આ સંસ્થા દ્વારા મહત્ત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે, જે અમૂલ અને તેની સહકારી સંસ્થાઓની શક્તિનો ઉપયોગ કરે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમુલ એ પરિવર્તનનું ઉદાહરણ છે, જે દૂરંદેશીપણા સાથે લેવાયેલા નિર્ણયો દ્વારા લાવવામાં આવે છે. તેમણે યાદ કર્યું હતું કે, અમૂલની ઉત્પત્તિ સરદાર પટેલનાં માર્ગદર્શન હેઠળ ખેડા દૂધ સંઘમાં થઈ હતી. ગુજરાતમાં સહકારી મંડળીઓના વિસ્તરણ સાથે જીસીએમએમએફ અસ્તિત્વમાં આવ્યું. તેમણે કહ્યું હતું કે, નસ્ત્રઆ સહકારી મંડળીઓ અને સરકાર વચ્ચે સંતુલન જાળવવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તથા આ પ્રકારનાં પ્રયાસોએ આપણને દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બનાવી દીધો છે, જેમાં 8 કરોડ લોકોને રોજગારી મળી છે.સ્ત્રસ્ત્ર તેમણે માહિતી આપી હતી કે, છેલ્લાં 10 વર્ષમાં દૂધ ઉત્પાદનમાં આશરે 60 ટકાનો વધારો થયો છે અને માથાદીઠ દૂધની ઉપલબ્ધતામાં આશરે 40 ટકાનો વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય ડેરી ક્ષેત્ર વૈશ્વિક સરેરાશ 2 ટકાની સરખામણીએ દર વર્ષે 6 ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ રૂૂ. 10 લાખ કરોડનાં ડેરી ક્ષેત્રમાં મહિલાઓની કેન્દ્રીયતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ડેરી ક્ષેત્રનું ટર્નઓવર 70 ટકા સુધી મહિલાઓ દ્વારા સંચાલિત છે, જે ઘઉં, ચોખા અને શેરડીના સંયુક્ત ટર્નઓવર કરતા વધારે છે. આ નારી શક્તિ ડેરી ક્ષેત્રની વાસ્તવિક કરોડરજ્જુ છે. આજે જ્યારે ભારત મહિલા સંચાલિત વિકાસ સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે ડેરી ક્ષેત્રની સફળતા મોટી પ્રેરણા છે. વિકસિત ભારતની સફરમાં મહિલાઓની આર્થિક ઊંડાઈમાં સુધારો કરવાની ગંભીરતા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, મુદ્રા યોજના રૂૂ. 30 લાખ કરોડની સહાયમાંથી 70 ટકા સહાયનો લાભ મહિલા ઉદ્યોગસાહસિકોએ લીધો છે. ઉપરાંત સ્વસહાય જૂથોમાં મહિલાઓની સંખ્યા 10 કરોડને પાર કરી ગઈ છે અને તેમને 6 લાખ કરોડથી વધુની આર્થિક મદદ મળી છે. પીએમ આવાસના 4 કરોડમાંથી મોટાભાગના આવાસ ઘરની મહિલાઓના નામે છે. પ્રધાનમંત્રીએ નમો ડ્રોન દીદી યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં 15,000 એસએચજીને ડ્રોન આપવામાં આવી રહ્યાં છે અને સભ્યોને તાલીમ આપવામાં આવી રહી છે.

ગાંધી-સરદારનું કામ ગુજરાતના બે પનોતા પુત્રો કરી રહ્યા છે: ઈખ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના શરૂૂઆતી સંબોધનમાં કહ્યું કે, સહકારથી સમૃદ્ધિને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના 50 વર્ષ પરીપૂર્ણ કર્યા છે. આઝાદીના આંદોલનમાં લડતની આગેવાની ગાંધીજી અને સરદાર સાહેબે લીધી હતી. એજ રીતે ગુજરાતના બે પનોતા પુત્ર (ઙખ મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ) કામ કરી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે, આજના આ ખાસ પ્રસંગે આયોજીત સુવર્ણ જયંતિ સમારોહમાં તેમણે મંચ પર ઉપસ્થિત મહાનુભાવો અને ખાસ કરીને વડાપ્રધાન મોદી નું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, એક મહિના પહેલા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર નો ઉત્સ ઉજવાયો હતો અને આજે 22 ફેબ્રુઆરીએ સહકાર ક્ષેત્રનો ઉત્સ ઉજવાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, 1946 માં 15 ગામોથી શરૂૂ થયેલ અમૂલ આજે વિશ્વની સૌથી મોટી સંસ્થા છે. દૂઘના વેપારથી મળતો લાભ પશુપાલકોને મળતો રહ્યો છે. આજે દૂધ સંઘોની સંખ્યા 12 થી વધીને 23 થઇ ગઇ છે. 11 લાખ જેટલી મહિલા પશુપાલકો સંસ્થા સાથે જોડાયેલ છે. 1500 કરોડ રૂૂપિયા કરતા વધુ દરરોજ પૈસા પશુપાલકોને ચુકવાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement