રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થયાની ગેરંટી: મોદી

05:02 PM Feb 10, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ ઊઠજ-1 કેટેગરીના 1248, ઊઠજ-2 કેટેગરીના 1056 આવાસ મળી કુલ 2304 આવાસોનું તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ 49 આવાસો, મળી કુલ 2353 આવાસોનું લોકાર્પણ વિધિવત રીતે કુંભ કળશનું પૂજન કરી, ગૃહપ્રવેશ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ કેટેગરીના 553 આવાસોના વેઈટીંગ લીસ્ટના લાભાર્થીઓને તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના 143 આવાસો મળી કુલ 696 આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્પ્યૂટરાઈઝ્ડ ડ્રો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેમની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં તા.10/02/2024, શનિવારના રોજ બપોરે 11:30 કલાકે યોજાયો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી બનાસકાંઠા ખાતેથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી રાજકોટ 71- વિધાનસભા વાવડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આવાસ યોજનાના લાભાર્થી રેખાબેન અનિલભાઈ ચૌહાણ સાથે સંવાદ કર્યો હતો. સાથોસાથ તેમના પરિવારના ક્ષેમકુશળ પણ પૂછ્યા હતાં.

Advertisement

પ્રધાનમંત્રીએ આવાસ યોજનાની સુવિધાઓ અંગે તેઓની સાથે વાત કરી હતી. સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા હતા. રાજકોટ ખાતે યોજાયેલઆ આવાસ યોજનાના લોકાર્પણ કાર્યકમમાં અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સંબોધન કરતા જણાવેલ કે, આજે વિકસિત ભારત, વિકસિત ગુજરાત એ ખુબ મોટું અભિયાન શરૂૂ થયેલ છે. આજે આ યાત્રામાં 182 વિધાનસભા બેઠકોના સેંકડો લોકો ટેકનોલોજીનાં માધ્યમથી જોડાયા છે એ બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. તાજેતરમાં જ શાનદાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટ બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવું છું. હું ગુજરાતનો સી.એમ. હતો ત્યારે જે પ્રકારે આયોજન કરેલ તેનાથી પણ વધુ સારૂૂ આયોજ કરવા બદલ ગુજરાત સરકાર અને સી.એમ. ભૂપેન્દ્રભાઈને અભિનંદન પાઠવું છું. કોઇપણ સમૂદાય માટે ઘરનું ઘર આર્થિક અને સામાજિક વિકાસ માટે પાયાની જરૂૂરિયાત હોય છે. ગુજરાતના સવા લાખથી વધુ ઘરો લોકાર્પણ આજે થઇ રહ્યા છે. તેમના ઘરોમાં દિવાળી જેવો માહોલ રચાયો છે. તમામ પરિવારોના સ્વપ્ના સાકાર થયા છે. આવા કામો થાય ત્યારે લોકો કહેશે કે, મોદીની ગેરેન્ટી એટલે કે ગેરેન્ટી પૂરી થયાની ગેરેન્ટી.

Tags :
gujaratgujarat newspm narendra modirajkotrajkot news
Advertisement
Next Article
Advertisement