રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચૂંટણી પૂર્વે વધુ એક વખત ગુજરાત આવશે મોદી

11:53 AM Mar 02, 2024 IST | Bhumika
The Prime Minister, Shri Narendra Modi at the inauguration of the Valley of Flowers, during the dedication ceremony of the ‘Statue of Unity’ to the Nation, on the occasion of the Rashtriya Ekta Diwas, at Kevadiya, in Narmada District of Gujarat on October 31, 2018.
Advertisement

લોકસભાની ચૂંટણી જાહેર થવાનું કાઉન્ટડાઉન શરૂ ઇ ગયું છે અને ચાલુ મહીનાનાં જ બીજા અઠવાડીયામાં ચુંટણી જાહેર થવાની શકયતા છે ત્યારે ચુંટણી જાહેર થાય તે પહેલા વધુ એક વખત વડાપ્રધાન મોદીનો ગુજરાતનો કાર્યક્રમ ગોઠવાઇ રહ્યો છે.

Advertisement

ભાજપના ટોચના સુત્રોમાંથી મળતી માહીતી મુજબ આગામી તા.12 માર્ચના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે મોદી સ્ટેડીયમથી ગિફટ સિટી સુધીના મેટ્રો રેલ સેવા રૂટને લીલીઝંડી આપી શકે છે તેમજ સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેકટનું પણ ખાતમુહુર્ત કરી શકે છે.

આ કાર્યક્રમ અંગે હજુ પ્રાથમિક રીતે ચર્ચા શરૂ થઇ છે. વડાપ્રધાન કાર્યાલયનું ક્ધફોર્મેશન આવ્યા બાદ સતાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.સુત્રોનું માનીએ તો તા.12 માર્ચનો વડાપ્રધાનનો ચુંટણી પહેલાનો અમદાવાદનો સંભવત: આ છેલ્લો કાર્યક્રમ હશે અને ત્યારબાદ તુરત લોકસભાની ચુંટણી જાહેર થઇ શકે છે.સાબરમતી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ 1200 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા સંભવિત મુલાકાતને લઈને તૈયારીઓ શરૂૂ કરાઈ છે. 12 માર્ચે વડાપ્રધાનના હસ્તે કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ શકે છે.

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ 22,24, 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવીને ગયા છે. આ દરમિયાન 44 હજાર કરોડ રુપિયાથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલના ઉદ્દઘાટન બાદ જંગી જનસભાને સંબોધિત કરી. જેમા તેમણે 22 વર્ષ પહેલાના તેમના સંસ્મરણોને યાદ કર્યા હતા.

Tags :
gujaratgujarat newsindiaindia newspm narendra modi
Advertisement
Next Article
Advertisement