રાજકોટને હાઇકોર્ટની બેંચ અપાવવા કોંગ્રેસ પણ મેદાને
ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રમાં પ્રપોઝલ મોકલવામાં નહીં આવતા સૌરાષ્ટ્રવાસીઓને હાઇકોર્ટની સર્કિટ બેંચ ન મળી: કોંગ્રેસ
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં હાઇકોર્ટની બેંચ મળે તે માટે વકીલ આલમમાં માંગ ઉઠી છે. જેને ઠેર ઠેરીથી સમર્થન મળ્યું છે. ત્યારે રાજકોટને હાઇકોર્ટની બેંચ અપાવવા હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. અને વકીલોની લડતને સમર્થન આપ્યું છે.
રાજકોટને હાઇકોર્ટની બેંચ મળે તે માટે કાનુની લડતના મંડાણ મંડાયા છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વકીલોને સમર્થન આપવામાં આવ્યું છે. જે અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ, વિપક્ષ નેતા વશરામ સાગઠીયા, કોંગ્રેસ લીગલ સેલના ચેરમેન અશોકસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખ અતુલ રાજાણી સહીતના અગ્રણીઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્ર-કચ્છનો વિકાસ અને વસ્તી બંને વધી રહ્યા છે ત્યારે દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં હાઇકોર્ટ ની સર્કિટ બેન્ચ આપવી ખૂબ જરૂૂરી છે.
સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરીએ તો મુંબઈ રાજ્યથી ગુજરાત રાજ્ય જ્યારે જુદુ પડ્યું તે પહેલા અલગ સૌરાષ્ટ્ર રાજ્ય હતું. અને તેનું પાટનગર રાજકોટ હતું. રાજકોટમાં સૌરાષ્ટ્રની હાઇકોર્ટ બેસતી હતી. જે ગુજરાત રાજ્યની રચના થતા અમદાવાદ હાઇકોર્ટ સાથે મર્જ કરી દેવામાં આવી. ત્યારે હાલ સૌરાષ્ટ્ર-કચ્છના જે રીતે લીટીગેશનો હાઇકોર્ટમાં પેન્ડિંગ છે તે જોતા સૌરાષ્ટ્ર-કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ જોતા સૌરાષ્ટ્ર-કચ્છની સર્કિટ બેન્ચ રાજકોટને મળે તેવા સંજોગો ઉજળા થયા છે. સર્કિટ બેન્ય સૌરાષ્ટ્રને મળે તે માંગણી 30-35 વર્ષ જૂની છે.
ભૂતકાળમાં 1983-84 માં કોંગ્રેસની સરકાર હતી ત્યારે હાઇકોર્ટ સર્કિટ બેંક માટે કાર્યવાહી પણ કરવામાં આવેલ અને ત્યારબાદ કેન્દ્રમાં ઞઙઅ ની સરકાર સમયે પણ કોંગ્રેસ પક્ષ દ્વારા સાંસદોને સાથે રાખી એ સમયના કાયદા મંત્રી કપિલ સીબલને રજૂઆત કરવામાં આવેલ. પરંતુ ગુજરાત સરકાર તરફથી કેન્દ્રમાં જે પ્રપોઝલ મોકલવાની હોય તે મોકલવામાં ન આવેલ જેનો કારણે સૌરાષ્ટ્રના લોકોએ આ સર્કિટ બેંક થી વંચિત રહેવું પડ્યું હતું.
ત્યારે મેરીટ મુજબ પણ સૌરાષ્ટ્ર-કચ્છની હાઇકોર્ટની સર્કિટ બેન્ચ માટેની માંગણી ખૂબ જ વ્યાજબી છે જેથી લોકોને સરળ ઓછા ખર્ચે ઝડપી ન્યાય મળી શકે ત્યારે ગુજરાતથી લઈ કેન્દ્ર સુધી ભા.જ.5. નું શાસન છે.
ભાજપના ધારાસભ્યો અને સાંસદો રાજકોટ કમલમમાં પ્રેસને સંબંધો ભાજપની ભંગીની સંસ્થા ભાજપ લીગલ સેલ સાથે આ માંગણીને વ્યાજબી ઠેરવી છે ત્યારે આ સૌરાષ્ટ્રની જનતાના વ્યાપક જનહિતના પ્રશ્ન તે વાચા આપવાનું કામ પણ આ ભાજપના શાસકોનું છે? સૌરાષ્ટ્ર-કચ્છના બાર એસોસિએશનનો હોદ્દેદારો દ્વારા હાઇકોર્ટની સર્કિટ બેન્ચ માટેની આ લડાઈમાં કોંગ્રેસ પક્ષની જ્યાં પણ જરૂૂર પડશે ત્યાં કોંગ્રેસ પક્ષ હંમેશા લોક પ્રશ્નને પૂરો સાથ અને સહકાર આપશે. પણ સરકાર તાત્કાલિક ધોરણે આની જાહેરાત કરી દેવી જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે.