For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોદી ગયા, હવે અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે

04:48 PM Aug 28, 2025 IST | Bhumika
મોદી ગયા  હવે અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે

બે દિવસ અગાઉ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવીને અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં ખોડલધામ ગ્રાઉન્ડ પર જાહેરમાં સંબોધન કરીને કરોડોના વિકાસ કાર્યોના ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરાવ્યા હતા આ બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આગામી 30 અને 31 ઓગસ્ટે અમિત શાહ ગુજરાત મુલાકાતે આવવાના છે.

Advertisement

અમદાવાદમા અમિત શાહ લાલ દરવાજા પાસે આવેલા ભદ્રકાળી મંદિરે આવી દર્શન કરશે. ત્યારબાદ નવનિર્મિત સરદારબાગનું લોકાર્પણ કરશે. અમિત શાહ પોતાના લોકસભા મતવિસ્તારમાં જુદાજુદા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. જુદાજુદા આરોગ્ય હેલ્થ સેન્ટરની પણ અમિત શાહ મુલાકાત લેવાના છે. પીએમ મોદી બાદ અમિત શાહની ગુજરાત મુલાકાત મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. ગાંધીનગરમાં આવેલા જૈન આચાર્ય પ્રેક્ષા વિશ્વભારતીના દર્શને જશે. જ્યાં તેઓ જુદી જુદી જગ્યાએ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ રહેશે હાજર.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement