For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકામાં જાહેર સલામતીને સુનિશ્ર્ચિત કરવા મોકડ્રિલ યોજાઈ

12:02 PM May 08, 2025 IST | Bhumika
દ્વારકામાં જાહેર સલામતીને સુનિશ્ર્ચિત કરવા મોકડ્રિલ યોજાઈ

ભારત સરકારની સૂચના અનુસાર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ઓપરેશન અભ્યાસ અંતર્ગત ગઈકાલે બુધવારે ઓખાની હાઈસ્કુલ તેમજ દ્વારકાધીશ મંદિર તથા આસપાસના વિસ્તારમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ક્ધટ્રોલ રૂૂમ દ્વારા સાંજે 4 વાગ્યે આવનારી એર રેડ બાબતે ટેલીફોનીક વોર્નિંગ મેસેજ આપવામાં આવ્યો હતો.

Advertisement

જેના આધારે મંદિરમાં ઉપલબ્ધ સાઉન્ડ સીસ્ટમ અને નગરપાલીકાની સાઉન્ડ સીસ્ટમ દ્વારા એર વોર્નિગના સાયરન રણકી ઉઠયા હતા. સાથે સાથે પોલીસની તેમજ લોકલ અવેલેબલ સાયરન વગાડીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

ઉપરાંત સલામત સ્થળે ખસી જવા જણાવવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમ્યાન સોની સમાજ વાડીમાં આગ લાગવાની ઘટના અને બિલ્ડીંગ ડેમેજની ઘટનાના રીપોર્ટને આધારે ફાયર બ્રીગેડને કરાયેલી જાણ બાદ તેઓ દ્વારા સત્વરે ઘટનાસ્થળે પહોંચી સર્ચ અને રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ જે લોકો કેઝયુઅલ તથા ઈન્જર્ડ થયેલ તેઓને એમ્બ્યુલન્સ અને પોલીસ એસ્કોર્ટમાં નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સાથે સાથે મંદિરની આજુબાજુ દર્શનાર્થીઓને પણ સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

ઓખા હાઇસ્કુલ ખાતે ડિફેન્સ, ઓખા નગરપાલિકા તેમજ સ્થાનિક લોકો સાથે મળી અને યુદ્ધ અભ્યાસ કરવામાં આવ્યો હતો, કે યુદ્ધ થાય છે તો સ્થાનિક લોકોએ કેવી રીતે તે સમય પસાર કરવો તે બાબતની અભ્યાસ કરવામાં આવ્યો હતો. જો કોઈ વ્યક્તિ ઘાયલ થાય, તો તેની સારવાર કેવી રીતે કરવામાં આવી શકે, એક રીલીફ કેમ્પ પણ બનાવવામાં આવ્યો છે કે યુદ્ધ દરમિયાન કોઈ વ્યક્તિના ઘરમાં અનાજ ન હોય તો તેને કેવી રીતે રીલીફ કેમ્પમાં લઈ જઈ તેમના માટે જમવાની તથા રહેવાની વ્યવસ્થા કેમ કરવી જેવા મુદ્દા પર અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ અભ્યાસ દરમિયાન અહીંના લોકલ લોકોને જો યુદ્ધ થાય તો કેવી રીતે વર્તન કરવું કેવી રીતે રહેવું તે અંગેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટેના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement