મનરેગા કૌભાંડ, હીરા જોટવા અને તેના પુત્રને સરેન્ડર કરવા આદેશ
મનરેગા કૌભાંડના મુખ્ય સૂત્રધાર હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાની મુશ્કેલીમાં વધારો થયો છે. બંનેને ફરીવાર જેલમાં જવું પડશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભરૂૂચ કોર્ટે હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાને જામીન આપી દીધા હતા.
સરકારે ભરૂૂચ કોર્ટના આદેશને ઉપલી કોર્ટમાં પડકાર્યો હચો. ત્યારે તપાસ અધિકારીના સોગંદનામા સહિતની પ્રક્રિયા પૂર્ણ થતા પહેલાં જામીન આપવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારી પક્ષની રજૂઆત માન્ય રાખી હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાને 13 ડિસેમ્બરે સવારે 11 વાગ્યા સુધીમાં સરેન્ડર કરવા એડિશનલ સેસન્સ જજે સૂચના આપી છે.
ગીર સોમનાથના વેરાવળમાં આવેલી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ એજન્સીઓએ અનેક ગામોમાં મનરેગા યોજના હેઠળ કરવામાં આવેલા કામોમાં મોટો ભ્રષ્ટાચાર આચર્યો હતો. અંદાજે 430 કામમાં 7 કરોડથી વધુ રૂૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત જઈંઝની રચના કરવામાં આવી હતી. જેમાં હીરા જોટવા સહિત તેમના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ કરવામાં આવી હતી.