For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અગ્નિકાંડ સહિત મોટી દુર્ઘટના મામલે ધારાસભ્ય મેવાણીએ વિધાનસભા ગજવી

04:11 PM Aug 23, 2024 IST | admin
અગ્નિકાંડ સહિત મોટી દુર્ઘટના મામલે ધારાસભ્ય મેવાણીએ વિધાનસભા ગજવી

એક તરફ કોંગ્રેસની ન્યાય યાત્રા રસ્તા ઉપર બીજી તરફ છેલ્લા ત્રણ દિવસની વિધાનસભામાં ધારાસભ્યોની બઘડાટી: માનવ સર્જિત દુર્ઘટનામાં પીડિતોને ન્યાય આપવા માંગ

Advertisement

રાજકોટ અગ્નિકાંડ,મોરબીકાંડ, હરણીકાંડ,તક્ષશિલા કાંડ, જસદણની પીડિતાના મુદ્દે કોંગ્રેસ આક્રમક ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આજે વિધાનસભા ગજવી હતી આજે ગૃહમાં વેલમાં ઘૂસી 10 મિનિટ સુધી પીડિતોને ન્યાય મળે તે અર્થે સરકાર ચર્ચા કરે તે બાબતે જોરદાર નારાબાજી કરી હતી.જો 10-15 મિનીટ સુધી આખુ ગજવ્યા બાદ વિધાનસભા અધ્યક્ષ દ્વારા ગૃહની બહાર કાઢવાની સૂચના આપતા મેવાણીને બહાર ધકેલ્યા હતા. મેવાણીએ ગૃહમાં બેઠેલા રાજકોટ, મોરબી અને સૌરાષ્ટ્રના ભાજપના ધારાસભ્યો અગ્નિકાંડ અને મોરબી કાંડ મુદ્દે મૌન બાબતે પણ પ્રહારો કર્યા હતા કે તમે તે વિસ્તારના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને ત્યાંની જનતા એ વિધાનસભા મોકલ્યા છે ત્યારે તેઓનો અવાજ બની નિર્દોષ લોકોના જીવ મામલે ન્યાય અપાવવો જોઈએ.

એક તરફ રાજકોટના અગ્નિકાંડ મામેલ પીડિતોને ન્યાય અર્થે જિજ્ઞેશ મેવાણીએ રાજકોટમા 40-45 સુધી મોટા આંદોલનો અને લડતો ચલાવ્યા બાદ ગુજરાતની તમામ દુર્ઘટનાઓમા પીડિતોની માંગણીઓને લઇ મોરબીથી ગાંધીનગર સુધી કોંગ્રેસ દ્વારા 330 કિમીની પદયાત્રા યોજી છે ત્યારે કોંગ્રેસની આ પદયાત્રા આજે ગાંધીનગર પહોચશે અને ચાંદખેડામા સાંજે મોટી સવિંધાન સભા યોજાનાર છે. આ યાત્રા ગઈકાલે અમદાવાદ ખાતે પહોચતા સમયે 2000 વધુ લોકો જોડાયા હતા અને સાંજે ગાંધી આશ્રમ ખાતે પ્રાથના સભામા યોજાય હતી જેમાં પણ કોંગ્રેસના હાઈકમાન્ડના અને પ્રદેશના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાના ચોમાસું સત્ર ચાલુ છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ અગ્નિકાંડ સહિત તમામ મોટી દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય મળે તે અર્થે ગૃહમાં ચર્ચાઓ કરવા કોંગ્રેસના તમામ ધારાસભ્યો વિરોધ દર્શાવી રહ્યા છે.

Advertisement

ત્યારે ગઈકાલે તમામ ધારાસભ્યોને એક દીવ્સ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.આ સત્રમા કોંગ્રેસના વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સહિત ધારાસભ્યો આક્રમકતાથી અલગ અલગ મૂદે વિરોધોએ સમગ્ર ગુજરાતની જનતામા સબળ વિપક્ષની ભૂમિકા અંગે સકાત્મારક વિચારતા કરી દીધા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement