ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાના પીએ જીતુભાઇ શ્રીમાળીના મોટાભાઇનો આપઘાત
12:47 PM Feb 11, 2025 IST | Bhumika
કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાના પીએના જીતુભાઇ શ્રીમાળીના મોટા ભાઇ વસંતભાઇ ખીમજીભાઇ શ્રીમાળી (ઉ.વ. પ8) એ પોતાના ધ્રોલના ત્રીકમવાસમા આવેલા મકાને ગળેફાંસો ખાઇ જીવન ટુકાવી લેતા અરેરાટી મચી ગઇ હતી. આ ઘટનાની જાણ થતા ધ્રોલ પોલીસના એએસઆઇ પાર્થ દેત્રોજા સહીતનો સ્ટાફ બનાવ સ્થળે પહોંચી ગયો હતો અને કાગળો કર્યા હતા. તેમજ વસંતભાઇના મૃત્યુથી રાજકીય અગ્રણી તેમજ સમાજના આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
આપઘાતનુ કારણ જાણવા તજવીજ શરૂ કરી છે.
Advertisement
Advertisement