જેતપુરમાં વિઠ્ઠલભાઈ રાદડિયા ઓવરબ્રિજનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય જયેશભાઈ
જેતપુરની પ્રજાને દિપાવલી ના શુભ દિવસે રૂૂપિયા 53 કરોડ ના ખરચે વિઠ્ઠલભાઈ રાદડીયા રેલવે ઓવરબ્રિજ નું લોકાર્પણ કરી ને શહેરના નાગરિકો ને શુભેચ્છાઓ પાઠવતા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા. ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા બુલેટ પર ઓવરબ્રિજ પર ફર્યા. જેતપુર શહેર ના લોકો ની ધણા સમયથી જરૂૂરિયાત પ્રમાણે હતી અને વારંવાર રેલવે ફાટક બંધ થવા ના લીધે સરજાતિ ટ્રાફિક જામ ની સમસ્યા થી મુકિત મળશે. સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જેતપુર ના ધોરાજી રોડ રેલવે ફાટક નં. 61. બી. ઉપર 53. કરોડના ખરચે નવ નિર્માણ ધીન વિઠ્ઠલભાઈ રાદડીયા રેલવે ઓવરબ્રિજનુ લોકાર્પણ આજે પવિત્ર દિપાવલી ના શુભ દિવસે ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા ના હસ્તે લોકાર્પણ કરી ઓવરબ્રિજ ખુલો મુકવામાં આવ્યો હતો. ઓવરબ્રિજ ના લોકાર્પણ કર્યા બાદ ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા સાથે ટેક્ષટાઇલ એશોશિએશન ના પ્રમુખ જયંતીભાઈ રામોલીયા બુલેટ મોટર સાયકલ પર ઓવરબ્રિજ પર ફર્યા હતા. લોકાર્પણ સમયે જેતપુર ના આગેવાનો. તેમજ નગર પાલીકા ના પ્રમુખ મીનાબેન ઉસદડીય. ઉધોગપતિ રાજુભાઈ પટેલ. ગોરધનભાઈ ધામેલીયા. જયંતીભાઈ રામોલીયા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.