For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાર્દિક પટેલના વાઈરલ વીડિયોનું તથ્ય જાણવા ધારાસભ્ય ડો.પાડલિયા સાયબર ક્રાઇમમાં જશે

04:04 PM Mar 09, 2024 IST | Bhumika
હાર્દિક પટેલના વાઈરલ વીડિયોનું તથ્ય જાણવા ધારાસભ્ય ડો પાડલિયા સાયબર ક્રાઇમમાં જશે

મજા ન આવે ત્યારે આ જોઇ લેવું તેવું કેપ્શન લખી અને રાજકોટ જિલ્લા ભાજપના ગૃપમાં ધોરાજીના ધારાસભ્ય ડો.મહેન્દ્ર પાડલીયાના નંબર પરથી ધારાસભ્ય હાર્દિક પટેલનો વિડીયો પોસ્ટ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ બાબતે ધારાસભ્ય પાડલીયાએ જણાવ્યુું હતં કે આ બાબતે મને જાણકારી નથી. પરંતુ આ તપાસનો વિષય છે અને હં આ અંગે સાઇબર ક્રાઇમમાં જઇશ.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એક મતદાતા સાથે વિકાસકામો અંગે થયેલી ચર્ચાનો ઓડીયો પણ વાઇરલ થયો હતો અને તેના પડઘા પણ મવડી મંડળ સુધી પડયાની ચર્ચા થઇ રહી છે.

Advertisement

સોશીયલ મીડિયા પર વાઇરલ થયેલ હાર્દિક પટેલની પોસ્ટ અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયાએ જણાવેલ છે કે, રાજકોટ જિલ્લા ભાજપના ગ્રુપમાં પોતાના નંબર પરથી મુકાયેલ હાર્દિક પટેલના વાઇરલ થયેલ વિડિઓ અંગે મને જાણ થતા આશ્ચર્ય થાય છે કે મારા નંબર પરથી આવું કેમ બન્યું બાદમાં મે ખુદે જાણકારી મેળવી કથિત વિડિઓ મે ક્યારેય પોસ્ટ કરેલના હોય કે ના હું આ અંગે કઈ જાણતો હોવ કે મે ક્યારેય જાહેરમાં આવો કોઈ ઉલ્લેખ કરેલ નથી.

આ અંગે હું સાઇબર ક્રાઇમ ફરિયાદ નોંધાવી જે કોઈની આમાં સંડોવણી હશે તેમણે ખુલ્લા પાડી સત્ય સામે લઈ આવીશ. જે કોઈ દ્વારા આ કૃત્ય થયેલ છે તે ગંભીર ચિંતાનો વિષય છે, મારો સરળ સ્વભાવ અને શિક્ષણવિદ જીવન શૈલીને લીધે આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય એવુ મારું અંગત માનવું છે પરંતુ પ્રજાલક્ષી વિકાસના કામો કરતો રહીશ તેમાં કોઈ ઉણપ નહીં રહે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement