ગીર સોમનાથમાં વિકાસના કામોના બોર્ડમાંથી ધારાસભ્ય ચુડાસમાનો ફોટો કાઢી નખાતા રજૂઆત
સોમનાથના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક વિમલભાઈ ચુડાસમા દ્વારા તેમના મત વિસ્તારમાં વિકાસલક્ષી કામો દરમ્યાન લગાવેલ બોર્ડમાં ધારાસભ્યના ફોટા કાઢી નાખતા કલેક્ટરને ભારતીય ન્યાય સંહિતાની કલમ અન્વયે 10 દિવસની નોટિસ આપવામાં આવેલ છે.
આ અંગે સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાએ જણાવેલ કે, મત વિસ્તારના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની પ્રાથમિક જરૂૂરિયાત મુજબ વિકાસલક્ષી કામો કરવામાં આવેલ જેમાં જે તે ધારાસભ્ય કે અન્ય પદાધિકારી પોતાની ગ્રાન્ટમાંથી કામ કરાવે તેનું તક્તિ/બોર્ડ મુકાવે છે અને આ પ્રાણાલી સમગ્ર રાજ્યભરમાં ચાલુ છેત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ધારાસભ્ય દ્વારા લોકોની સુવિધાઓમાં વધારો થાય તેવા હેતુથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં 43 જેટલા પિક-અપ સ્ટેન્ડ મુકવામાં આવેલ હતાજેમાં સોમનાથ મત વિસ્તારના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તેવું લખીને બાજુમાં ફોટો મુકવામાં આવેલ છે કારણ સરકારની કોઈપણ સૂચના કે પરિપત્ર કે સામાન્ય વહીવટ વિભાગની સુચનમાં આવો ફોટો મુકવા ઉપર કોઈ પ્રતિબંધ નથી,જેથી ધારાસભ્ય દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી થતા વિકાસના કામો અંતર્ગત તક્તિરૂૂપે ફોટો મુકવામાં આવતો હતો પરંતુ સામાન્ય વહીવટ વિભાગ સચિવાલય ગાંધીનગરમાં તા.30/08/2002 અને તા.07/05/2005 ના પરીપત્રોનુ સંપુર્ણ પણે ખોટુ અર્થઘટન કરીને અને જાણે કે તે બંને પરીપત્રોમાં ફોટો મુકવા સબંધે પ્રતિબંધ હોય તે રીતે અર્થઘટન કરીને જીલ્લા આયોજન અધીકારી ગીર સોમનાથએ પોતાને આ બાબતના હુકમ કરવાની કોઈ સતા ન હોવા છતાં વિકાસ કામોની તકતીમાંથી ધારાસભ્યનો ફોટો દુર કરવા માટે આદેશ કરવામાં આવેલ હતોઅને જીલ્લા આયોજન અધીકારી જાણે સામાન્ય વહીવટ વિભાગનો પત્ર બહાર પાડતા હોય તે રીતે સરકારના અગાઉના બે પરીપત્રની સાદત આપીને ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાનો ફોટો રાખી શકાય નહી તેવુ જણાવેલ છે. જેથી ધારાસભ્ય દ્વારા આયોજન અધિકારીને ફોટો ન કાઢવાની જાણ કરતા આયોજન અધિકારી દ્વારા દબાણ કરી ફોટા કાઢવાની કામગીરી કરવામાં આવેલ હતી, આ વિગતે નોટીસની અમલવારી દિવસ-10 માંથશે નહીં તો નોટીસમાં જણાવેલ વિગતે સબંધે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-356(1),198,199, 201, તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-218 નીચે આગળની કાર્યવાહી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા વકીલ કિરીટ બી.સંઘવી મારફત કોર્ટના દરવાજા ખખડાવનાર હોવાનું એક યાદીમાં જણાવેલ છે.