રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મહાનગરપાલિકાના નવા સીએફઓ તરીકે મિથુન મિસ્ત્રીની નિમણૂક

05:08 PM Aug 23, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ મહાનગરપાલિકામાં ફરી વખત ફાયર ઓફિસર વગરનું થઈ ગયું છે. અગિગ્નકાંડ બાદ એક સીએફઓને જેલમાં ધકેલી દેવાયા તેની જગ્યાએ મુકવામાં આવેલ ઈન્ચાર્જ સીએફઓ લાંચ કેસમાં સપડાઈ જતાં હાલમાં આ જગ્યા ખાલી હોવાથી અનેક સમસ્યાઓનો સામનો લોકો કરી રહ્યા હતા ત્યારે જ રાજ્ય સરકારે ગઈકાલે મહાનગરપાલિકાના નવા સીએફઓ તરીકે અમદાવાદના એડિશનલ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીની નિમણુંક કર્યાનું સત્તાવાર જણાવ્યું છે. જેઓ પ્રથમ ઈન્ચાર્જ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ કાયમી નિમણુંક પામશે તેમ મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈએ જણાવ્યું હતું.

મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ જણાવેલ કે, ફાયર વિભાગમાં હાલ સીએફઓ ન હોવાથી નવી ફાયર એનઓસી સહિતની કામગીરી અટકી પડી છે. શહેરભરમાંથી આવેલ નવી ફાયર એનઓસીની અરજીનો નિકાલ કરવો મુશ્કેલ બન્યો છે. ફાઈનલ સહિ થયા બાદ ફાયર એનઓસી આપવાનો સરકારનો નિયમ હોવાથી હાલ તમામ અરજીઓમાં તપાસ અને ક્વેરીની કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે. પરંતુ સહિના વાંકે ફાયર એનઓસી નિકળી શકેલ નથી. જેના માટે રાજ્ય સરકાર પાસે સીએફઓની માંગણી કરવામાં આવેલ જેમાં ગઈકાલે સરકારે અમદાવાદમાં ફાયર વિભાગમાં એડીશનલ ફાયર ઓફિસરની ફરજ બજાવતા મિથુન મિસ્ત્રીની રાજકોટ મનપાના ફાયર વિભાગના સીએફઓ તરીકેનો ચાર્જ સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તહેવાર બાદ મિથુન મિસ્ત્રીની પ્રથમ ઈન્ચાર્જ સીએફઓ તરીકે નિમણુંક કરવામાં આવશે. પરંતુ સીએફઓની તાતી જરૂરિયાત હોવાના કારણે થોડા સમય બાદ તેમને કાયમી સીએફઓ તરીકે નિમણુંક કરી દેવાશે જન્માષ્ટમીની રજાઓ પૂર્ણ થયા બાદ નવા સીએફઓ મિથુન મિસ્ત્રી દ્વારા હાલમાં પેન્ડીંગ રહેલ તમામ નવી ફાયર એનઓસીની મંજુરીની કામગીરી તેમજ ફાયર વિભાગને લગતી અને બાકી રહી ગયેલ હોય તે પ્રકારની તમામ કામગીરીને અગ્રતા આપવામાં આવશે. ગઈકાલે રાજ્ય સરકારે નવા સીએપઓના નામની જાહેરાત કરી છે. પરંતુ આવતી કાલથી ત્રણ દિવસ જાહેર રજા હોવાના કારણે સંભવત મંગળવારથી મિથુન મિસ્ત્રી નવા સીએપઓનો ચાર્જ સંભાળે તેવી શક્યતા જોવાઈ રહી છે.

Tags :
gujaratgujarat newsMunicipal Corporationrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement