For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અજાણ્યા પર વિશ્વાસ મૂકી ભૂલ કરી, માતાને પત્ર લખી મહિલા કોન્સ.નો આપઘાત

04:46 PM Mar 19, 2024 IST | Bhumika
અજાણ્યા પર વિશ્વાસ મૂકી ભૂલ કરી  માતાને પત્ર લખી મહિલા કોન્સ નો આપઘાત
  • સીંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતા હર્ષાબેન ચૌઘરીએ ફાંસો ખાઇ જીવ ટૂંકાવ્યો

સુરતમાં સીંગણપોર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મહિલા કોન્સ્ટેબલે સુસાઇડ કરતા પહેલા લખેલી સુસાઇડ નોટ પોલીસને મળી છે. જેમાં તેણે પોતાની માતાને ઉદ્દેશીને લખ્યું છે કે અજાણ્યા વ્યક્તિ પર ભરોસો મૂકવો જોઈતો ન હતો. આ બનાવ અંગે સિંગણપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Advertisement

સિંગણપોર પોલીસ સ્ટેશનમાં છેલ્લા થોડા સમયથી મહિલા કોન્સ્ટેબલ તરીકે હર્ષાબેન ચૌધરી ફરજ બજાવી રહ્યા હતા. હર્ષાબેન ચૌધરી સીંગણપુર વિસ્તારમાં આવેલા મહેશ્વરી પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. હર્ષાબેન ચૌધરીએ તેના ઘરના રૂૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન ચૌધરી ગત રાત્રી સુધી સિંગાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ ઉપર હાજર હતા. ત્યારબાદ આજે તેઓ પોલીસ સ્ટેશન ખાતે ફરજ ઉપર આવ્યા ન હતા. જેને લઇ તેમનું સંપર્ક કરવામાં આવતા સંપર્ક થઈ શક્યો ન હતો. આ દરમિયાન પોલીસ દ્વારા તપાસ કરતાં મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન ચૌધરીનો તેના રૂૂમમાંથી પંખા પર લટકેલો મૃતદેહ મળી આવ્યો હતો. ઘરે કોઈ હાજર ન હતું ત્યારે હંસાબેન ચૌધરીએ પોતાના રૂૂમમાં ગળેફાંસો ખાય આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે પોલીસને જાણ થતા સિંગણપોર પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મહિલા કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને આ બનાવ અંગે તેના પરિવારને જાણ કરી જરૂૂરી તપાસ હાથ ધરી હતી.

મહિલા કોન્સ્ટેબલના આપઘાત બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરતા મહિલા કોન્સ્ટેબલના રૂૂમમાંથી પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી હતી. મહિલા કોન્સ્ટેબલે લખેલી સુસાઇડ નોટને પોલીસે કબજે કરી છે. ત્યારે આ અંગે એસીપી લક્ષ્મણસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન ચૌધરીએ સુસાઇડ નોટ પોતાની માતાને ઉદ્દેશીને લખી છે. જેમાં તેણે કહ્યું છે કે અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો તે મારી ભૂલ હતી. ત્યારે હાલ મહિલા કયા વ્યક્તિની વાત કરતી હતી તેની જાણ પોલીસની થઈ શકી નથી. પોલીસે સુસાઇડ નોટ ના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement