For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મિશન રફ્તાર, મુંબઇ-અમદાવાદ વંદે ભારત ટ્રેન 160ની ઝડપે દોડશે

04:26 PM Feb 19, 2024 IST | Bhumika
મિશન રફ્તાર  મુંબઇ અમદાવાદ વંદે ભારત ટ્રેન 160ની ઝડપે દોડશે
  • આ રૂટ ઉપર શતાબ્દી પણ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે

ભારતીય રેલવેના લાખો મુસાફરો માટે હવે સારા સમાચાર આવ્યા છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનની ટોપ સ્પીડ માર્ચથી 160 કિમી પ્રતિ કલાકની રહેશે.મીડિયા અહેવાલો અનુસાર મુંબઈ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનની સ્પીડ માર્ચથી 160 કિમીની રહેશે. ઝડપ વધારવા માટે પશ્ચિમ રેલવેએ આ રૂૂટ પર કામ લગભગ પૂર્ણ કરી દીધું છે. આ રૂૂટ પર માત્ર વંદે ભારત જ નહીં પરંતુ શતાબ્દીને પણ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

Advertisement

વર્ષ 2019માં કેન્દ્ર સરકારે પ્રથમ વંદે ભારત ટ્રેન શરૂૂ કરી, જે નવી દિલ્હી અને વારાણસી વચ્ચે શરૂૂ કરવામાં આવી હતી. આ પછી સમયાંતરે અન્ય રૂૂટ પર વંદે ભારત ટ્રેનો શરૂૂ કરવામાં આવી હતી. હવે વંદે ભારત ટ્રેનો હાલમાં 40 થી વધુ રૂૂટ પર દોડી રહી છે. આવનારા સમયમાં ઘણા વધુ રાજ્યોને નવું વંદે ભારત મળે તેવી શક્યતાઓ છે. વંદે ભારત ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાથી બંને શહેરો વચ્ચે મુસાફરોનો સમય પણ અડધો કલાક ઓછો થઈ જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મિશન રફ્તાર હેઠળ ગુડ્સ ટ્રેનો, મેલ, સુપરફાસ્ટ અને એક્સપ્રેસ ટ્રેનોની ગતિ ઓછામાં ઓછી 25 કિલોમીટર પ્રતિ કલાક વધારવાનું કામ ચાલી રહ્યું છે.
ઉત્તરાખંડના દેહરાદૂનથી નવી દિલ્હી જઈ રહેલા વંદે ભારતને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. હવે આ ટ્રેન બુધવારે પણ દિલ્હી માટે દોડશે. અગાઉ, આ દિવસે ટ્રેનો દોડતી ન હતી, જેના કારણે લાંબા સમયથી માંગ કરવામાં આવી હતી. હવે રાજ્યસભાના સાંસદ કલ્પના સૈનીએ માહિતી આપી છે કે રેલવે મંત્રાલયે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને હવે આ ટ્રેન બુધવારે પણ દોડશે. જો કે, અઠવાડિયાના કોઈપણ એક દિવસે ટ્રેનનું સંચાલન બંધ થઈ શકે છે. આ ટ્રેનને ગયા વર્ષે પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી હતી. ઉત્તરાખંડ અને દિલ્હી વચ્ચે દોડવાથી પ્રવાસીઓને તો સગવડ તો મળી જ છે, પરંતુ વિવિધ પ્રકારના વ્યવસાયોને પણ ટ્રેનનો ફાયદો થયો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement