રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સિટી બસમાં વિદ્યાર્થીઓ સાથે ડ્રાઈવર-કંડક્ટર દ્વારા ગેરવર્તણૂક

05:58 PM Feb 12, 2024 IST | Bhumika
Advertisement

રૂટની અનિયમિતતા સહિતના મુદ્દે નેશનલ સ્ટુડન્ટ યુનિયન દ્વારા મ્યુનિ. કમિશનરને રજૂઆત

Advertisement

મહાનગરપાલિકા દ્વારા સંચાલીત સીટીબસ અને બીઆરટીએસ સેવામાં ધાંધલી થતું હોવાનું અનેક વખત બહાર આવ્યું છે. જેમાં ખાસ કરીને સીટીબસમાં ડ્રાઈવરો અને કંડક્ટરો દ્વારા પેસેન્જરો સાથે ગેરવર્તુણક થતી હોવાની ફરિયાદો પણ ઉઠી છે છતાં તંત્ર દ્વારા એજન્સી વિરુદ્ધ કે ડ્રાઈવર કંડક્ટરો વિરુદ્ધ હવે પગલા લેવાનું બંધ કરી દેતા નેશનલ સ્ટુડન્ટ યુનિયન દ્વારા આજે ડ્રાઈવર કંડક્ટરો સામે પગલા લેવા સહિતના મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી.

રાજકોટ મહાનગરપાલિકાએ સીટીબસનું સંચાલન જે એજન્સીને આપ્યું છે. તેના દ્વારા કામમાં બેદરકારી થતા હોવાના આક્ષેપો આજે પણ ચાલુ રહ્યા છે. ડ્રાઈવરો દ્વારા સ્ટોપ ન હોય તેવા સ્થળોએ પણ બસ ઉભી રખાતી હોવાનું તેમજ પોતાના માનિતાઓ માટે પણ ગમે ત્યાં પેસેન્જરો બેસાડતા હોવાનું બહાર આવ્યું છે. જ્યારે છેવાડાના વિસ્તારોમાં નિયત કરેલા પોઈન્ટ સુધી અમુક સીટીબસના ડ્રાઈવરો પેસેન્જર લેવા પહોંચતા નથી તેવી ફરિયાદો ઉઠી છે. તેવી જ રીતે અકસ્માત વેળાએ પણ ડ્રાઈવરો દ્વારા બેફામ વાણીવિલ્લાસ અને મારામારી થતી હોવાની ઘટનાઓ પણ અનેક વખત ઘટી છે. છતાં તંત્ર દ્વારા સીટીબસનું સંચાલન કરતી એજન્સી વિરુદ્ધ કોઈ જાતના પગલા આજ સુધી લેવામાં આવ્યા નથી. આથી ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે થતાં ગેરવર્તુણકને સાખી લેવામાં નહીં આવે તેવું જણાવી નેશનલ સ્ટૂડન્ટ યુનિય દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી આ પ્રકારના ડ્રાઈવરો કંડક્ટરોને પાણીચુ આપી દેવાની તેમજ બસના સમયપત્રક મુજબ બસ પહોંચે તેવી વ્યવસ્થા ઉભી કરવા સહિતના મુદ્દે રજૂઆત કરી હતી.

નેશનલ સ્ટુડન્ટ યુનિયન દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જણાવેલ કે, શાળાના સમયે આવતી બસો અનિયમીતતા મુજબ દોડી રહી છે. બસસ્ટેન્ડમાં લગાવવામાં આવેલ સમયપત્રક મુજબ એક પણ બસ સ્ટોપ ઉપર જોવા મળતી નથી તેવી જ રીતે બસમાં સવાર વિદ્યાર્થીની ઓ સાથે પણ કંડક્ટર અને ડ્રાઈવર દ્વારા બેફામ વાણી વિલ્લાસ કરી ગેરવર્તુણક કરવામાં આવી રહી છે. આ બાબતે જો ડ્રાઈવર કંડક્ટરને ટપારવામા આવે તો ઝઘડાનું સ્વરૂપ ધારણ કરે છે. આ મુદ્દે અનેક વખત ફરિયાદો કરવામાં આવી છે છતાં આજ સુધી પગલા લેવામાં આવ્યા નથી. આથી સીટીબસ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ પ્રવાસ કરતા હોય તેવા રૂટ ઉપર સરળ અને સારા ડ્રાઈવર કંડક્ટરોની નિમણુંક કરવામાં આવે તેવી જ રીતે વિદ્યાર્થીઓને સમયસર બસ મળી રહે તેવી વ્યવસ્થા પણ ઉભી કરાય તેમ જણાવ્યું હતું.

સસ્પેન્ડ ડ્રાઈવર-કંડક્ટરની જાહેરાતો બંધ કેમ કરી
મહાનગરપાલિકા દ્વારા સીટીબસ અને બીઆરટીએસ બસમાં ચેકીંગ કામગીરી સતત કરવામાં આવતી હતી અને કટકી કૌભાંડ કરતા કંડક્ટરો અને મીલીભગત વાળા ડ્રાઈવરોને સસ્પેન્ડ કરવામાં આવે છે. જેની જાહેરાત પણ કરાતી હોય છે.પરંતુ છેલ્લા થોડા સમયથી કોર્પોરેશને સસ્પેન્ડ કરેલા ડ્રાઈવર કંડક્ટરોની માહિતી જાહેર કરવાનું બંધ કરી એજન્સીને મનમાની કરવાનો પરવાનો આપી દેતા હવે ડ્રાઈવર કંડક્ટરો બેફામ બન્યા હોય તેમ અન્ય મુસાફરોની સાથો સાથ હવે વિદ્યાર્થીઓ પણ ફરિયાદો કરવા લાગ્યા છે. આથી તંત્ર દ્વારા ફરી વખત ચેકીંગ કામગીરી દરમિયાન ફરિયાદોને ધ્યાનમાં લઈ આ પ્રકારના ડ્રાઈવરો કંડક્ટરો વિરુદ્ધ પગલા લઈ તેની જાહેરાત પણ કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot city busrajkot news
Advertisement
Next Article
Advertisement