ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સજોડે ભાગી ગયા બાદ સગીરા અને યુવકનો આપઘાત

03:45 PM Dec 10, 2025 IST | Bhumika
Advertisement

બોટાદથી રાજકોટ પરત ફરતા બસમાં જ ઝેરી દવા પી લીધાની શંકા, સગીરા આજીડેમ ચોકડીએ બસમાંથી ઉતરતા ઢળી પડી, યુવક નાસી છૂટયા બાદ રાજમોતી મીલ પાસે દમ તોડયો

Advertisement

રાજકોટથી ભાગી ગયેલા સગીરા અને યુવકે બોટાદના થાક પીપળીયા ગામેથી પરત ફરતી વખતે ચાલુ બસે ઝેરી દવા પી લેતા આજે સવારે રાજકોટના આજીડેમ ચોકડીએ બસમાથી ઉતરતા જ સગીરા ઢળી પડી હતી અને તેનું મૃત્યુ નિપજયુ હતુ જયારે ટોળુ એકઠુ થઇ જતા ત્યાંથી નાસી છૂટેલા યુવકની લાશ ભાવનગર રોડ ઉપર રાજમોતી મિલ પાસેથી મળી આવી હતી.

શહેરના ગંજીવાડા વિસ્તારમાં પડોશમાં જ રહેતા સગીરા અને પરિણિત યૂવક ચારેક દિવસ પહેલા ઘેરથી નાસી ગયા બાદ સજોડે ઝેરી દવા આપઘાત કર્યાનું માનવામાં આવે છે.

શહેરનાં ગંજીવાડામા રહેતી રાજલ નામની 17 વર્ષની સગીરાને તેની શેરીમા રહેતો રવી મકવાણા (ઉ.વ. 33 ) ભગાડી ગયો હોય આ મામલે સગીરાના માતા-પિતાએ થોરાળા પોલીસ મથકમા ગુમ નોંધ કરાવી હતી. ત્યારબાદ પોલીસ તેમની શોધખોળ કરી રહી હતી. ત્યારે જાણવા મળ્યુ કે આજે સવારના સમયે રવી રાજલને લઇ રાજકોટ બસમા આવી રહયો છે અને આજી ડેમ ચોકડી પાસે ઉતરવાના છે.

જેથી રાજલના પરીવારજનો આજી ડેમ ચોકડી પાસે પહોંચી ગયા હતા અને આ સમયે બસમાંથી નીચે ઉતરતી વેળાએ રાજલ નીચે ઢળી પડી હતી તેથી આ જોઇ રવી ત્યાથી ભાગી ગયો હતો અને રાજલને તેના માતા-પિતાએ સિવિલ હોસ્પીટલમા ખેસેડાતા તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી અને રાજલે ઝેરી દવા પીધી હોવાનુ જણાવ્યુ હતુ. આ સાથે પરીવારજનોએ આક્ષેપો સાથે કહયુ હતુ કે રવી રાજલને ભગાડી બોટાદના રાણપુર તાલુકાના થાક પીપળીયાએ રહેતા તેમના નાના-નાનીને ત્યા લઇ ગયો હતો અને આજે તેઓ રાજકોટ આવ્યા હતા.

આ ઘટના બાદ દોઢેક વાગ્યાની આસપાસ રવી મકવાણા પણ બેભાન હાલતમા ભાવનગર રોડ પર આવેલી રાજમોતી મીલ પાસેથી મળી આવ્યો હતો . તેમને અહીની સિવીલ હોસ્પીટલમા ખસેડાતા તેમને પણ ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યો હતો . તેમણે કોઇ ઝેરી પ્રવાહી પીધુ હોવાનુ તબીબોએ જણાવ્યુ હતુ. રવી લાખાભાઇ મકવાણા જે બે ભાઇમા મોટો અને તેમનાં 7 વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા હતા . તેમજ તેમને સંતાનમા એક દીકરી છે અને પોતે કારખાનામા કામ કરતો હતો. આ ઘટનામા રાજલ અને રવીનાં મૃત્યુથી સિવીલ હોસ્પીટલે બંને પરીવારજનોનાં ટોળા એકત્રીત થયા હતા . આ સમયે ત્યા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે . રાજલનાં પરીવારજનોએ જણાવ્યુ હતુ કે રાજલ બંગડીનાં કારખાનામા કામે જતી હતી . પરંતુ છેલ્લા ર મહીનાથી તેમને કામ મુકાવી દીધુ હતુ . રાજલ બે ભાઇ 4 બહેનમા મોટી હતી અને માતા-પિતા હાલ કડીયા કામ કરે છે. બંનેનાં મૃત્યુથી પરીવારમા શોક છવાઇ ગયો છે.

સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં સગીરાના માતા-ફઈ ઉપર હુમલો
રાજકોટના ગજીવાડા વિસ્તારમાં રહેતા સગીરા અને પાડોશી યુવક ભાગી ગયા બાદ આજે બંનેએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા સિવિલ હોસ્પિટલમાં બંનેના મૃતદેહો ખસેડવામાં આવ્યા હતા. જયા બંનેના પરિવારજનો એકઠા થઇ જતા મામલો બીચકયો હતો. અને સગીરાના માતા-ફઈ ગૌરીબેન ઉપર યુવકના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના કપાઉન્ડમાં હુમલો કરતા ભારે અફરા તફરી મચી જવા પામી હતી. અન્ય સગા સંબંધીઓ તથા લોકોએ વચ્ચે પડી માંડ મામલો થાળે પાડ્યો હતો. આ પહેલા યુવતીનો મૃતદેહ સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો. જયા યુવતીના પરિવારજનોએ યુવક પકડાઇ નહી ત્યા સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ થોડી વારમાં જ યુવકનો મૃતદેહ પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચતા હોસ્પિટલમાં મામલો તંગ બની ગયો હતો અને વાત મારામારી સુધી પહોંચી ગઇ હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement