રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પાલિકા-પંચાયતોની ચૂંટણી માટે પ્રધાનોને જવાબદારી સોંપાઇ

11:06 AM Dec 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

દરેક પ્રધાનોને વિસ્તારોમાં વહીવટી પાંખ સાથે સંકલન કરી બાકી કામે પૂરા કરવા સૂચના

17 ફેબ્રુઆરી બાદ બજેટ સત્ર પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આટોપી લેવા તૈયારી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 10મીના મંગળવારે મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. જેમાં તમામ પ્રભારી મંત્રીઓને આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ સંદર્ભે મહત્વની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં જ્યાં ચૂંટણીઓ યોજવાની થાય છે તેવા દરેક જિલ્લાઓ હેઠળ આવતાં તાલુકા અને તેની અંદરની દરેક ચૂંટણીપાત્ર ગ્રામ પંચાયતોની જવાબદારીઓ આ મંત્રીઓને સોંપવામાં આવી છે. જેના પગલે હવે, આ દરેક મંત્રીઓ પોતાને સોંપાયેલા જિલ્લાઓ, તાલુકાઓ અને ગામડાઓમાં જઈ ભાજપના સ્થાનિક તંત્ર અને વહીવટી પાંખ સાથે ચર્ચા-સંકલન સાધીને ત્યાંના બાકી રહેતા લોકહિતના કામો કે કરવાપાત્ર કામો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાય તે અગાઉ પૂર્ણ કરી દેવાની પણ તાકીદ કરાઈ છે. બીજી બાજુ રાજ્ય ચૂંટણી પંચે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાન્યુઆરી-2025 સુધીમાં યોજીને પૂર્ણ કરી દેવાની દિશામાં કવાયત આરંભી દીધી છે. એના કારણમાં એવી દલીલ કરાઈ રહી છે કે, ફેબ્રુઆરી-2025ના મધ્ય બાદ રાજ્ય વિધાનસભાનું યોજાનારું બજેટ સત્ર માર્ચને અંતે પૂર્ણ થશે અને ત્યારબાદ એપ્રિલ-મે માસમાં ચૂંટણીઓ યોજવાનું સરકારને ઉનાળામાં પાણી સહિતના કકળાટને કારણે પાલવે તેમ નથી.

17મી ફેબ્રુઆરી-2025 બાદ ગુજરાત સરકારનું 3.75 લાખ કરોડના કુલ કદ સાથેનું વાર્ષિક બજેટની રજૂઆત અને ચર્ચા માટે રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરુ થવાની સંપૂર્ણ શક્યતા છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચ પણ તે અગાઉ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજીને પૂરી કરી દેવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે પરામર્શમાં રહીને મદદનીશ ચૂંટણી અધિકારીઓ સહિત અન્ય સહાયક તંત્રની પણ ગોઠવણ કરી રહ્યું છે અને તે મુજબ દરેકની નિયુક્તિના આદેશ અપાઈ રહ્યા છે. ગત નવેમ્બર-2024 દરમ્યાન 79 નગરપાલિકાઓની બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. 27 ટકા અનામત લાગુ થતા બેઠકોની ફાળવણી તથા સિમાંકનો પણ જાહેર કરાયા હતા. હવે, ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગેની જાહેરાત કરાશે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ ન થવાનું મુખ્ય કારણ એ હતું કે, અહીં (1) સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસીને 10 ટકા અનામત બેઠકો અપાતી હતી પરંતુ આ અનામત નક્કી કરવા માટે સરકારે, હાઈકોર્ટના નિવૃત ન્યાયધીશ કે.એસ.ઝવેરીના અધ્યક્ષ સ્થાને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઘઇઈ માટેની અનામત બેઠકો નક્કી કરવા માટે સમર્પિત આયોગની રચના કરી હતી. જેણે તેનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરી દીધો છે અને તેની ભલામણો મુજબ સરકારે ઘઇઈની અનામત બેઠકો 10 ટકાથી વધારીને 27 ટકા કરવાનો નિર્ણય પણ જાહેર કરી દીધો છે.

કઈ કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીઓ યોજાશે?
રાજ્યની ખેડા-બનાસકાંઠા એમ 2 જિલ્લા પંચાયતો, 80 નગરપાલિકા, 17 તાલુકા પંચાયાતો અને 539 જેટલી વિભાજન બાદ અસ્તિત્વમાં આવેલી નવી ગ્રામ પંચાયતો સહિત કુલ 4765 ગ્રામ પંચયાતોની છેલ્લા 3 વર્ષથી બાકી રહેલી ચૂંટણીઓ ઉપરાંત અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સભ્યોના રાજીનામા કે મૃત્યુને કારણે ખાલી પડેલી બેઠકો ઉપર હવે, આગામી જાન્યુઆરી-2024 દરમ્યાન ગમે ત્યારે ચૂંટણીઓ યોજાય તે, દિશામાં રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ આરંભી છે.

રાજ્યમાં પ્રથમવાર 27 ટકા ઓબીસીની અનામત બેઠકો સાથે ચૂંટણી યોજાશે
ગુજરાતમાં આ વખતે પ્રથમવાર 27 ટકાની (ઘઇઈ)ઓબીસીની અનામત બેઠકો સાથે ચૂંટણી યોજાશે. આ ઉપરાંત અનુસૂચિત જાતિની 7 ટકા અને અનુસુચિત જનજાતિની 14 ટકા અનામત સાથે કુલ 48 ટકા અનામત બેઠકો તથા બાકી રહેતી 52 ટકા જનરલ બેઠકો સાથે ચૂંટણી યોજાશે. આ સંદર્ભે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા હવે ટૂંકમાં જ જાહેરનામું બહાર પડાશે, તે નક્કી મનાય છે ત્યારબાદ એક મહિનાની મુદ્દતમાં લોકોના વાંધા-સૂચનો મંગાવાશે. અર્થાત ડિસેમ્બર-2024માં જ આ પ્રક્રિયા આટોપીને ચૂંટણીની જાહેરાત કરાય તેવી શક્યતા નકારી શકાતી નથી. વિસાવદર વિધાનસભાની ખાલી પડેલી બેઠકો ઉપર પણ ચૂંટણી યોજાય તેવી સંભાવના છે.

Tags :
gujaratgujarat newsmunicipal and panchayat electionspolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement