For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રધાનો અને સચિવોને ગાંધીનગર છોડી ફિલ્ડમાં જવા, સરપ્રાઈઝ ચેકિંગ કરવા સૂચના

05:34 PM Jan 08, 2025 IST | Bhumika
પ્રધાનો અને સચિવોને ગાંધીનગર છોડી ફિલ્ડમાં જવા  સરપ્રાઈઝ ચેકિંગ કરવા સૂચના

ગુજરાતમાં એચએમપી વાઈરસની એન્ટ્રી બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કેબિનેટની બેઠકમાં નવા વાઈરસના સંભવિત ખતરાને પહોંચી વળવા આગોતરી તૈયારી કરવા સાથે તમામ સચિવો અને પ્રધાનોને ફિલ્ડમાં ઉતારવા તેમજ સરકારી સેવાઓ અને સરકારી કામોના સરપ્રાઈઝ ચેકીંગ કરવા સુચના આપી હતી.
આજે કેબીનેટની બેઠકમાં નવા ચાઈનીઝ વાઈરસ એચએમપીના સંભવિત ખતરા સામે દરેક સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં દવા, બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા તેમજ આગોતરી તૈયારીની સમિક્ષા કરવામાં આવી હતી. અને ઘટતી સુવિધાઓ તાત્કાલીક પુરી પાડવા મુખ્યમંત્રીએ સુચના આપી હતી. હાલ આ અંગે જરૂરી મોનીટરીંગ પણ શરૂ કરવા જણાવ્યું હતું.

Advertisement

આ ઉપરાંત મુખ્યમંત્રીએ સચિવો અને પ્રધાનોને ગાંધીનગરની બહાર નિકળી લોકો વચ્ચે જઈ તેમનીસમસ્યાઓ જાણવા, સરકારી કચેરીઓમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા પણ મુખ્યમંત્રીએ સુચના આપી હતી.

તાજેતરમાં મુખ્યમંત્રીની આણંદ જિલ્લાની મુલાકાત દરમિયાન લોકો દ્વારા સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. અને મુખ્યમંત્રીને પણ ઘણી સમસ્યાઓ ધ્યાનમાં આવી હતી જેના પગલે આજની કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ સચિવો અને પ્રધાનોને માત્ર ગાંધીનગરમાં જ રહેવાના બદલે ફિલ્ડમાં ઉતરી સરકારી કચેરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા અને લોકોની સમસ્યાઓ જાણવા નિર્દેશ આપ્યાનું જાણવા મળે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ ઉપર આવી રહી છે. ત્યારે આ સુચના સુચક મનપામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement