મોટા થાવરિયાથી અલિયાબાડાને જોડતા ચાર કરોડના ખર્ચે નવનિર્મિત મેજરબ્રિજનું લોકાર્પણ કરતા મંત્રી રાઘવજીભાઈ
રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના હાપા ગામમાં ર કિ.મી.ની લંબાઈના રૃા. 1.પ કરોડના ખર્ચે નવનિર્મિત સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કૃષિમંત્રીએ જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામથી અલિયાબાડા ગામને જોડતા રૃા. 4 કરોડના ખર્ચે નવનિર્મિત મેજર બ્રીજનું લોાર્પણ ર્યું હતું. મોટા થાવરિયાથી અલિયાબાડા ગામોની વચ્ચે હૂડકો નદીની ઉપર 1ર મીટરના 6 ગાળા ધરાવતા મેજરબ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, ’જામનગર તાલુકાના હાપા ગામમાં રૃા. 1.પ કરોડના ખર્ચે સીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મેટલ કામ, માટી કામ, સ્લેબ ડ્રેઈન, રોડ રિ રિસરફેસિંગ અને અન્ય જરૃરી કામગીરી સાથોસાથ પૂર્ણ રવામાં આવી છે. આ નવો રસ્તો બનવાથી ચોમાસાની ઋતુમાં ગ્રામજનોને અવર-જવર કરવામાં સરળતા રહેશે.’ મોટા થાવરિયામાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, ’જામનગર તાલુકાના અલિયાબાડાથી મોટા થાવરિયા ગામોને જોડતા મેજર બ્રીજની સુવિધાથી આજુબાજુના ગામોમાં ગ્રામજનો જલદીથી પહોંચી શકશે. તાજેતરમાં રૃા. 8 કરોડથી વધુના ખર્ચે રોડ રિકાર્પેટિંગ, ખીમરાણા ગામમાં કોઝ-વે અને ખીમરાણાથી મોટા થાવરિયા ગામને જોડતા નવા રસ્તાના વિકાસ કાર્યો પરિપૂર્ણ કરવામાં આવ્યા છે. તેમજ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અનેકવિધ વિકાસકાર્યો સમગ્ર જામનગર જિલ્લામાં હાથ ધરવામાં આવ્યા છે.’