For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોટા વાગુદડમાં ભાજપ સામે મંત્રી રાઘવજી પટેલે બસપાને ટેકો આપ્યો

04:29 PM Feb 03, 2025 IST | Bhumika
મોટા વાગુદડમાં ભાજપ સામે મંત્રી રાઘવજી પટેલે બસપાને ટેકો આપ્યો

ભાજપમાં લેટરબોમ્બ પરંપરા બની, વધુ એક પત્ર વાઇરલ થતા ખળભળાટ

Advertisement

કેબિનેટ મંત્રીના અંગત ટેકેદાર ગણાતા ભીમજી મકવાણાએ સોશિયલ મીડિયામાં પત્ર વાઇરલ કર્યો: બીજો પત્ર પણ જાહેર કરવાની ચીમકી

જામનગર જિલ્લાની ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકા ની ચૂંટણીઓ નજીક ના દિવસો માં યોજાનાર છે. ત્યારે ધ્રોલમાં ભાજપ ના જ એક કાર્યકરે રાજ્ય સરકાર ના કૃષિ વિભાગ ના કેબિનેટ મંત્રી સમક્ષ બળાપો ઠાલવતો પત્ર સોશિયલ મીડિયા માં વાયરલ કરતા ચર્ચા જાગી છે.

Advertisement

ધ્રોલમાં ભાજપના સનિષ્ઠ કાર્યકર અને વર્ષો સુધી જે તે સમયના ધારાસભ્ય અને હાલના રાજ્ય સરકારના કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સાથે જ રહેતા અને તેમના અંગત ટેકેદાર મનાતા ભીમજીભાઇ મકવાણા એ હવે મંત્રી રાઘવજીભાઈ પટેલ સામે કેટલાક સણસણતા આક્ષેપો કર્યા છે.જેમનો સોશિયલ મીડિયા વાયરલ કરેલ પત્ર આક્ષરસ: અત્રે પ્રસ્તુત છે.

બીજી તરફ આ બાબતે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ નો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે પાર્ટી નો નિર્ણય છે કે નગરપાલિકામાં ઉમેદવાર જે વિસ્તારમાં રહેતો હોય એ વિસ્તાર કે વોર્ડમાં જ ટિકિટ આપવી , જ્યારે ભીમજીભાઇ એ પોતાની પુત્રવધુ માટે વોર્ડ નંબર પાંચની ટિકિટ માગી હતી જ્યારે તેઓ વોર્ડ નંબર છમાં રહે છે. આથી તેમને ટિકિટ નહીં મળતા આ પત્ર વહેતો કર્યો હોવાનું જણાવ્યું છે.

સોશિયલ મીડિયામાં વાઇરલ પત્ર

કૃષિ મંત્રીના કારનામા એપિસોડ. (એક ), હું ભીમજી મકવાણા ભારતીય જનતા પાર્ટિ નો નિષ્ઠાવાન નાનો કાર્યકર્તા હાલ અત્યારે ધ્રોલ નગર પાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે કૃષિ મંત્રી કાર્યકરો ને શિસ્ત અને સમર્પણ ની વાતો સમજાવી રહ્યા છે કૃષિ મંત્રી ને હું પુછવા માંગુ છું કે તાલુકા અને જિલ્લા પંચાયત ની ચૂંટણી હતી ,ત્યારે આપ એ રાતોરાત બહુજન (બ.સ.પા. ) નું મેન્ડેડ ખરીદી ને મોટા વાગુદડ માં તાલુકા ની સીટ માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે ( બ.સ.પા.) નો ઉમેદવાર ઉભો કરી દીધો હતો. સ્થાનિક ઉમેદવાર ન મળતા હાડાટોડા થી આયાતી ઉમેદવાર ઉતારેલ અને એટલો દૂર ફરવા મોકલી દીધેલ કે પછી ઉમેદવાર પોતાનું ફોર્મ પાછું ખેંચવા ધારે તો પણ ટાઈમે પહોંચી શકે નહિ.

અને રૂૂપિયા બે થી ત્રણ લાખ નો ખર્ચો પકણ કરેલ. જો કોક ગરીબ નિરાધાર માટે આ ખર્ચો કર્યો હોત તો કોઈ ગરીબ માં બાપની દીકરી પરણી જાત કે કોઈ ગરીબ નો જિંદગી ભરનો રહેવાનો આસરો બની જાત. પણ તમારે તો તમારો ઈગો વ્યકતિગત સ્વાર્થ અને ઈર્ષા ની તૃપ્તિ માટે પક્ષની શિસ્ત ના લીરે લીરા ઉડાવ્યા હતા. ત્યારે ત્યાં સામે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર જ હતા. ત્યારે તમારી શિસ્ત અને પાર્ટી પ્રત્યે ની વફાદારી ક્યાં ગાયબ થઈ ગઇ હતી. શું કૃષિ મંત્રી ને પાર્ટી માં આવી પ્રવુતિ કરવાની છૂટ છે ? તેનો જવાબ કૃષિ મંત્રી પાસે જનતા અને કાર્યકરો માંગી રહ્યા છે એપિસોડ બે ) હવે પછી ટૂંક સમયમાં પસ્તુત થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement