ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈસંઘવીના પિતાનું નિધન
લાંબી બીમારી બાદ 72 વર્ષની વયે સુરતની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા
ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાજીનું 72 વર્ષે આજ રોજ દુ:ખદ નિધન થયું છે. મળતી જાણકારી પ્રમાણે રમેશચંદ્ર સંઘવીનું સારવાર દરમિયાન નિધન થયું છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી હર્ષભાઈ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવી બીમાર હતા. ત્યારે આજે સારવાર દરમિયાન નિધન થયું છે. છેલ્લા ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં રમેશચંદ્ર સંઘવી સારવાર હેઠળ હતા. તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉમરામાં સાંજે 5 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આજે બપોરના સમયે તેમનું નિધન થયું છે. છેલ્લા ઘણા મહિનાઓથી તેમની તબિયત નરમ ગરમ રહેતી હતી. કોરોના પછી તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી હર્ષભાઈ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા.
હર્ષભાઈ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીની વાત કરવામાં આવે તો તેઓ રાષ્ટ્રપ્રેમી હતા. આ સાથે સાથે તેઓ લોકોની સેવા કરવામાં વધુ રાસ રાખતા હતા. મૂળરૂપે હીરાના વ્યાપર સાથે જોડાલા હતા. જેથી કારખાનામાં કામ કરતા લોકો સાથે બહુ સારુ વર્તન રાખતા અને હંમેશા કામદારોની પડખે ઉભા રહેતા હતા. અત્યારે તેમનું દુ:ખદ અવસાન થયું છે.