For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તંત્રની પોલ ખૂલી, આણંદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને થયો રખડતા પશુનો અનુભવ

04:13 PM Dec 22, 2023 IST | Sejal barot
તંત્રની પોલ ખૂલી  આણંદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને થયો રખડતા પશુનો અનુભવ

રખડતા પશુઓની સમસ્યા અવારનવાર મીડીયામાં ચમકતી રહે છે. આ મામલે હાઇકોર્ટ દ્વારા પણ સરકારની ઝાટકણી કાઢવામાં આવી હતીે. ઢોર નિયંત્રણ પોલીસીના મામલે પશુ માલીકો અને સરકાર વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે. તેવા સમયે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને પણ રખડતા પશુનો જાત અનુભવ થયો છે.
રાજ્યમાં રખડતા ઢોરના કારણે સામાન્ય જનતા ઘણી વખત પરેશાન થતી જોવા મળે છે. આ વચ્ચે હવે ગૃહ રાજ્યમંત્રીને પણ રખડતા ઢોર નડ્યા હોય તેવી ઘટના સામે આવી છે. આણંદમાં જઝ ડેપોની મુલાકાત દરમિયાન રખડતા ઢોર રાજ્યના મંત્રીને પણ અડચણ રૂૂપ બન્યા હતા.છેલ્લા ઘણાં સમયથી રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટ તરફથી રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી રહી છે. આ વચ્ચે અવરનવર સામાન્ય જનતા રખડતાં ઢોરના કારણે પરેશાન થતી જોવા મળે છે. પરંતુ આજે આણંદમાં જ્યારે ગૃહ રાજ્યમંત્રી જઝ ડેપોની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે ત્યાં રખડતું ઢોર ટોળા વચ્ચે આડું પડ્યું હતું.
એટલું જ નહીં રખડતા ઢોરના કારણે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલનો બચાવ થયો છે. તેમજ લાંબા સમયથી રાજ્યની જનતા જે રખડતા ઢોરથી પરેશાન હતી તેનો સામનો હવે ગૃહ રાજ્યમંત્રીએ પણ કરવો પડ્યો છે. જેની સાથે જ પાલિકાના વિવિધ દાવાની પોલ ખુલી ગઈ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement