ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગર જિલ્લાના બ્રિજની ચકાસણી અને જર્જરિત રસ્તાઓની કામગીરીની સમીક્ષા કરતા પ્રભારી મંત્રી

11:50 AM Jul 26, 2025 IST | Bhumika
Advertisement

ભાવનગર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં આવેલ બ્રિજની ચકાસણી તથા આપત્તિ વ્યવસ્થાપન અને ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓના દૂરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક મહાનગરપાલિકાના હોલમાં યોજાઈ હતી.

Advertisement

આ પ્રસંગે પ્રભારી મંત્રીએ જિલ્લામાં અમલીકરણ અધિકારીઓ પાસેથી વિવિધ માર્ગો પર આવેલા બ્રિજની સ્ટેબિલિટી અને તેમાંથી કેટલાંક બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત છે કે કેમ તેની વિગતવાર માહિતી મેળવી હતી. તેમજ આ અન્વયે થયેલ કામગીરીની પણ ઝીણવટપૂર્વક સમીક્ષા કરીને માર્ગદર્શક સૂચનો કર્યા હતા.
વધુમાં પ્રભારી મંત્રીએ વર્ષાઋતુ દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે રીતે બાકી રહેલ રસ્તાઓનું સત્વરે સમારકામ કરવા ઉપર ભાર મૂક્યો હતો. બંધ કરાયેલા બ્રિજોની વિગતો મેળવી, બ્રિજની ટ્રાફિક ભારક્ષમતા, બ્રિજોની હાલની સ્થિતિથી ડાયવર્ઝન થયેલા રૂૂટમાં આવતા ગામડાંઓના રસ્તાઓની મરામત અને મોટરેબલ રહે તે માટે મંત્રીએ જરૂૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતુ.

પ્રભારી મંત્રીએ જરૂૂરી રોડ રીપેરિંગ, મેઇન્ટેનન્સ તથા વાહન વ્યવહાર સતત જળવાઈ રહે તેવા આયોજન અને ડાયવર્ઝનની જરૂૂર જણાય ત્યાં એ મુજબની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનો, આંગણવાડીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અંગે પણ સમીક્ષા કરી હતી. જોખમ હોય તેવી તમામ બિલ્ડીંગ બંધ કરવા અને આ માળખાની સ્થિતિને સુદૃઢ બનાવવા માટે તુરંત પગલાં લેવાના સૂચના આપી હતી. આ બેઠકમાં મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સર્વ ગૌતમભાઈ ચૌહાણ, શિવાભાઈ ગોહિલ, ભીખાભાઈ બારૈયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા, પ્રભારી સચિવ આલોકકુમાર પાંડે, મ્યુનિસિપલ કમિશ્નર ડો. એન.કે.મીના, જિલ્લા કલેકટર ડો. મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર ધવલ પંડ્યા, પોલીસ અધીક્ષક ડો. હર્ષદ પટેલ, નાયબ વન સંરક્ષક વાય. એ. દેસાઈ, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, મદદનીશ કલેકટર પ્રતિભા દહીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂૂ, આગેવાન કુમારભાઈ શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement