શાળા પ્રવેશોત્સવમાંથી પણ મંત્રી બચુ ખાબડની બાદબાકી
ગુજરાત સરકારના મંત્રી મંત્રી બચુ ખાબડને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાંથી મંત્રી મંત્રી બચુ ખાબડી બાદબાદી થઇ છે. હાંસિયામાં ધકેલાયા હોવાને લઇને તેમના મંત્રી પદ જવાની વાતે પણ જોર પકડ્યુ છે. ઉલ્લેખનીય છે કે, મંત્રી મંત્રી બચુ ખાબડના બન્ને પુત્રો કિરણ અને બળવંત 71 કરોડના મનરેગા કૌભાંડમાં જેલમાં ગયા હતા ત્યારથી બચુ ખાબડને ભાજપે સાઇડ લાઇન કરી દીધા છે. જો કે, હજુ સુધી તેને મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યા હોવાથી લોકોમાં આશ્ર્ચર્ય પ્રવર્તી રહ્યું છે. ભાજપ અને સરકારની ડાઘ વાળા નેતાઓને દુર રાખવાની નીતિ અપનાવાઇ રહી છે, જે અનુસાર હવે બચુ ખાબડનું મંત્રી પદ જાય તો નવાઇની વાત નહીં. આ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાહોદ કાર્યક્રમમાં પણ મંત્રી બચુ ખાબડની બાદબાકી કરાઇ હતી.
દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં રૂૂપિયા 71 કરોડની કથિત ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી. પરંતુ જેમ જેમ આ કેસની તપાસ આગળ વધી રહી છે તેમ તેમ મોટા માથાઓની સંડોવણી સામે આવી. આ કેસમાં મંત્રી બચુ ખાબડના બંને દિકરા બળવંત ખાબડ અને કિરણ ખાબડની પોલીસે ધરપકડ કરી હતી.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના માત્ર ત્રણ ગામોમાં મનરેગા યોજનાનું મોટુ કૌભાંડ સામે આવ્યુ હતું. જેમાં વર્ષ 2021થી 2024 સુધી મનરેગા યોજનામાં એલ 1 તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને છેલ્લા ત્રણ વર્ષમાં અધધ 70 કરોડ રૂૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી અધિકારી, કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સીઓની મિલિભગતથી આ કૌભાંડ આચરાયુ હતુ. ત્યારે આ મામલે દાહોદના ડીઆરડીએ નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો.