મંત્રી બચુ ખાબડ સતત 18મી કેબિનેટની બેઠકમાં ગેરહાજર
રાજ્ય સરકારના પંચાયત મંત્રી બચુ ખાબડ મનરેગામાં તેમના પુત્રો પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા બાદ કેબિનેટ બેઠકમાં સતત ગેરહાજર જોવા મળ્યા છે. તેઓ સતત 18મી કેબિનેટમાં પણ ગેરહાજર રહ્યાં છે. તેમનું મંત્રાલય હાલમાં સુમસામ ભાસી રહ્યું છે. તેઓ છેલ્લે એપ્રિલ મહિનામાં કેબિનેટમાં હાજર રહ્યા હતાં. તેઓ 30 એપ્રિલથી ત્રીજી સપ્ટેમ્બર સુધીની કેબિનેટની બેઠકમાં ગેરહાજર રહ્યાં છે. તેમના બંને પુત્રો મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું બહાર આવતા જ તેઓ સતત ગેરહાજર જોવા મળી રહ્યાં છે.
રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રોની મનરેગા કૌભાંડમાં ધરપકડ થયા બાદ તેમને સરકારી કાર્યક્રમોમાંથી બાદ રાખવામાં આવ્યા છે.સ્વાતંત્ર્ય પર્વ પર રાજ્યમંત્રી બચુ ખાબડને પડતા મુકાયા છે.તેમનું મંત્રાલય પણ હાલમાં સુમસામ વ્યાપી રહ્યું છે.રાજ્યભરના વિવિધ જિલ્લાના કાર્યક્રમોમાંથી તેમની બાદબાકી કરવામાં આવી છે.હવે આગામી સમયમાં યોજાનાર વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ તેઓ દૂર રહશે. તેઓ સતત 18મી કેબિનેટમાં ગેરહાજર જોવા મળ્યા છે.