For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિસાવદરના ભલગામમાં ખનીજતંત્ર ત્રાટક્યું, 7 સામે ગુનો: રૂા.48 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

12:13 PM Mar 20, 2024 IST | Bhumika
વિસાવદરના ભલગામમાં ખનીજતંત્ર ત્રાટક્યું  7 સામે ગુનો  રૂા 48 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
  • જૂનાગઢ જિલ્લા પોલીસ અને ખનીજતંત્રનું સંયુકત ઓપરેશન: ખનિજચોરોમાં નાસભાગ

જૂનાગઢના વિસાવદર તાલુકાના ભલગામ ગામની સીમમાં આવેલ સરકારી ખરાબાની પડતર જમીનમાંથી ગેરકાયદેસર કોઇ પણ જાતની પરમીટ વગર જે.સી.બી ટ્રેક્ટર તથા લોડર વડે સોફટ મોરમની ચોરી કરી વાહનો સાથે કુલ કિ.રૂ.48,81,589ના મુદામાલ સાથે જૂનાગઢ જિલ્લા પોલીસ તથા ખાણ ખનીજ વિભાગ, જૂનાગઢ કુલ-7 ઇસમોને પકડી પાડી કાર્યવાહી હાથ ધરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Advertisement

જૂનાગઢ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ વર્તમાન સમયમાં ગેરકાયદેસર રીતે ખનીજની ચોરી કરી તેનું ગેરકાયદેસર વૈચાણ ક2તા ઇસમોને દબોચી લઈ ગેરકાયદેસર. પ્રવૃત્તિને સંપુર્ણપણે ડામી દેવા સુચના આપેલ હોય, જે અન્વયે કાઈમ બ્રાન્ચ જૂનાગઢના પીઆઇ, જે,જે,પટેલ તથા પીએસઆઇ ડી.કે.ઝાલા તથા સ્ટાફના માણસો તથા એસ.ઓ.જી. શાખાના પી.આઈ પી.કે.ચાવડા તથા પીએસઆઇ એસ.એ.સોલંકી તથા સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય અને જૂનાગઢના ડીવીઝન ડીવાયએસપી ધાંધલ્યા તથા ક્રાઈમ બ્રાન્ચના તેમજ એસઓજીના પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, વિસાવદર તાલુકાના ભલગામ ગામે ગેરકાયેસર ખનન ચાલુ છે. આ બાતમીના આધારે જુનાગઢ જિલ્લા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો તેમજ ખાણખનીજ વિભાગના અધિકારીઓ સાથે બાતમી વાળી જગ્યા ભલગામ સીમ વિસ્તારમાં તપાસ કરતા એક જે.સી.બી. મશીન નંબર ૠઉં-06 ઉઇં-0313 ને સોફટ મોરમ ખનીજનું ખોદકામ કરતુ જોવા મળી આવતા જે.સી.બી.ના ડ્રાઈવર પાસે આધાર પુરાવા માંગતા નહિ હોવાનુ જણાવતા સ્થળ ઉપર હાજર મળી આવેલ તમામ ઇસમો તથા જે.સી.બી., ટ્રેક્ટર, લોડર તથા સોફ્ટ મોરમ સહિતનો મુદામાલ કબ્જે કરી હાજર મળી આવેલ કુલ-7 ઇસમો તથા હાજર નહિ મળી આવેલ ઇસમો વિરૂૂધ્ધ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે ભવદીપ હાથી બસીયા રહે. ભલગામ તા.વિસાવદર ખોડુ બાવકુ બસીયા રહે. ભલગામ તા.વિસાવદર ભનુ મોહન ચોહાણ રહે. ભલગામ તા.વિસાવદર મુકેશ નાનજી સાગઠીયા રહે. ભલગામ તા.વિસાવદર કુમારભાઈ હિરજીભાઈ વાઘેલા રહે. પીંડાખાઇ તા.વિસાવદર પ્રવિણ રવજી પાટડીયા રહે. ગામ. હામાપર, તા. બગસરા, જી. અમરેલી શની રમેશ જલસાણીયા, રહે. બગસરા જી. અમરેલી તેમજ પકડવા બાકી આરોપી હાજર નહી મળી આવનાર હાથી બાવકુ બસીયા રહે. ભલગામ તા.વિસાવદર વાળાઓ સામે અલગ અલગ કલમો અન્વય ગુનો નોંધી આંખની ચોરીમાં ઉપયોગમાં લેવાતા જેસીબી, ટ્રેક્ટર લોડર ટ્રોલી સહિતના વાહનો સાથે કુલ કિ.રૂ.48,81,589. લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો હાલ ગુન્હાની તપાસ હાલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ડી.કે.ઝાલાને સોપવામાં આવેલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement