સેન્ટ્રલ ઝોનના બે વોર્ડમાં મિનિ ડિમોલિશન
સિનર્જી હોસ્પિટલ પાસે કાચા-પાકા ઝૂંપડા અને માધાપરમાં દિવાલના બાંધકામો તોડી પડાયા
મહાનગર પાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા ફરી વખત સક્રિય થઈ ચુકી છે અને છેલ્લા 15 દિવસથી ડિમોલેશનની કામગીરી આરંભી છે. જે અંતર્ગત આજરોજ વોર્ડ નં. 2 માં સિનર્જી હોસ્પિટલની પાસે રિઝર્વેશન પ્લોટમાં થેયલા કાચા-પાકા ઝુપડાના દબાણો તેમજ વોર્ડ નં. 3 માં માધાપરમાં 18 મીટર ટીપી રોડ પર થયેલા ગેરકાયદેસર દિવાલો સહિતના દબાણોનું ડિમોલેશન કરી રૂા. 4 લાખની 50 મીટર જમીન ખુલ્લીકરાવી હતી.
મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા સેન્ટ્રલઝોનમાં આજે સવારથી અનઅધિકૃત બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરી વોર્ડ નં. 2 માં ટીપી સ્કીમ નં. 9 સિનર્જી હોસ્પિટલની પાસે ટીપી રિઝર્વેશન પ્લોટમાં અંતિમ ખંડ નબર 2 પાર્કિંગના હેતુના પ્લોટ ઉપર થયેલા ગેરકાયદેસર કાચા-પાકા ઝુપડાનું દબાણ દૂર કરી રૂા. 4 લાખની 50 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. તેવી જ રીતે વોર્ડ નં. 3 માં ટીપી સ્કીમ નં. 38-1 માધાપર ધ સ્પેસ બિલ્ડીંગની પાછળ 18 મીટરના ટીપી રોડ ઉપર તેમજ અંતિમ ખંડ નંબર 125-3 ને લાગુ 18 મીટરના ટીપી રોડ ઉપર થયેલા 2 વાણીજ્ય હેતુના અને ઉદ્યોગિક હેતુના તથા કમ્પાઉન્ડ હોલ સહિતના દબાણો તોડી પાડવામાં આવ્યા હતાં. ઉપરોક્ત કામગીરી સેન્ટ્રલઝોન ટાઉન પ્લાનીંગ વિભાગ તેમજ દબાણ હટાવ વિભાગ તથા બાંધકામ શાખા, રોશની શાખા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે વીજીળન્સ શાખાના સ્ટાફ સહિતના દ્વારા કરવામાં આવી હતી. ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ સેન્ટ્રલજોનના તમામ ટીપી રોડ અને અલગ અલગ હેતુ માટે રિઝર્વેશન પ્લોટ પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવશે.