For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાવરકુંડલામાં ફૂંકાયેલા મિનિ વાવાઝોડાએ ખેતપાકોનો સોથ વાળ્યો: ખેડૂતોને મોટું નુક્સાન

11:56 AM Oct 19, 2024 IST | Bhumika
સાવરકુંડલામાં ફૂંકાયેલા મિનિ વાવાઝોડાએ ખેતપાકોનો સોથ વાળ્યો  ખેડૂતોને મોટું નુક્સાન
Advertisement

નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવી ખેડૂતોની દિવાળી સુધારવા માંગ

સાવરકુંડલા તાલુકામાં મગફળી સોયાબીન કપાસ અને સરગવાની ખેતી ખેડૂતો કરી રહ્યા છે તો કેટલાક ખેડૂતોએ કેળનું પણ વાવેતર કર્યું છે ત્યારે આ વિસ્તારમાં ગઈકાલે ફુકાયેલ મીની વાવાઝોડું અને ભારે વરસાદથી તમામ પાકમાં નુકસાન થયું છે કપાસની વાત કરવામાં આવે તો કપાસમાં છેલ્લા દસ દિવસથી પડી રહેલા વરસાદને કારણે મોટાભાગનો કપાસ પાણી લાગી જવાથી સુકારો આવી ગયો છે અને હજુ પણ ખેતરોમાં પાણી ભર્યા છે મગફળીની વાત કરવામાં આવે તો મગફળીના પાક તૈયાર થઈ ગયો હોય દસ દિવસ પહેલાં ખેડૂતોએ મગફળી ખેંચીને પાથરા કર્યા હતા. આ પાથરાવો છેલ્લા દસ દિવસથી પલળી રહ્યા છે મગફળી પાથરામાંથી છૂટી પડી ગઈ છે.

Advertisement

અને પાથરામાંથી ચારોલુ બળી ગયું છે આ મગફળી એપીએમસી માં વેચવા જાય તો ખેડૂતોને ભાવ પૂરો ન મળે અને પશુઓ માટે ચારોલું થશે નહીં. કેટલાક ખેડૂતોએ સરગવાની ખેતી શરૂૂ કરી હોય સરગવાના છોડ ઢળી ગયા છે તો ક્યાંક તૂટી ગયા છે આમ કપાસ મગફળી સોયાબીન સરગવા જેવી તમામ ઉપજ માંથી મળનારી આવક હવે ખેડૂતોના ખિસ્સામાંથી જતી રહી છે ત્યારે આ વિસ્તારના ખેડૂત અગ્રણી અને એપીએમસી ચેરમેન દીપક માલાણી તેમજ આસપાસના ગામના સરપંચોએ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું કે હવે અમને આ નુકસાની નું વળતર મળે સરકાર વહેલામાં વહેલી તકે સર્વે કરાવે આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવતો હોય ખેડૂતો પાસે જો પૈસા હશે તો અનેક પરિવારો ના ખીચામાં પૈસા આવશે બાકી આ વિસ્તારના ખેડૂતો વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement