રાજુલામાં મિની વાવાઝોડું ત્રાટક્યું, તોકતેની યાદ તાજી
રાજુલા શહેરમાં સાંજના સમયે એક ભારે વરસાદ તેમજ પવન ના લીધે નુકસાની થવા પામી હતી. ભારે વરસાદ તેમજ પવનના લીધે રાજુલા મોચી ચોકમાં ઇલેક્ટ્રીક થાંભલો પડી જતા રાજુલા શહેરનો વીજળી પુરવઠો ખોરવાઈ જવા પામેલ છે તેમજ ભારે વરસાદ તેમજ વીજળીના કારણે રાજુલા શહેરમાં સોલાર પેનલો રોડ ઉપર ઉડતી જોવા મળી વીજપડી જવાના રોડ પર વૃક્ષો ધરાશાય થવાના કારણે આ રસ્તો બંધ થવા પામેલ ઈલેક્ટ્રીક પોલ પડી જવાના લીધે પી.જી.વી.સી.એલની ટીમ દ્વારા વીજળી પુરવઠો ઝડપી રીતે મળી રહે તે માટેના પ્રયત્નો શરૂૂ કરી દેવામાં આવ્યા છે .
તેમજ લોઠપુર રોડ ઉપર ઝાડ પડી જવાના કારણે ફોરેસ્ટ વિભાગ ની ટીમ દ્વારા આ રસ્તો ખુલ્લો કરવા માટે કામગીરી શરૂૂ કરી દેવામાં આવેલ છે ત્યારે ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજુલાના ધારાસભ્ય હીરાલાલ સોલંકી દ્વારા રાજુલાના ડેપ્યુટી કલેક્ટરને સૂચના આપી દેવામાં આવેલ જે વિસ્તારમાં વધારે તકલીફ હોય તે વિસ્તારની શાળાઓ ખોલી અને તાકીદે રહેવાની વ્યવસ્થાઓ કરી આપવી અને જે જગ્યા ઉપર રહી શકાય તેવી સ્થિતિ ના હોય તેવા લોકોને સ્થળાંતર કરવા તેવી સૂચના આપવામાં આવેલ રાજુલા ના ભેરાઇ રોડ પર આવેલ ક્રિકેટ નું બોક્સ પણ ઉડી જવા પામેલ રાજુલા એસ ટી ડેપો પાસે આવેલ દુકાનો માં પાણી ધુસી જવા પામેલ.