હળવદના ટીકર પાસે ખાણ ખનીજ વિભાગનો દરોડો: રૂા.2.30 કરોડનો મુદ્દામાલ કબજે
11:22 AM Aug 07, 2024 IST | Bhumika
Advertisement
બ્રાહ્મણી નદીમાંથી બે ડમ્પર અને 4 હિટાચી મશીન કબજે કરી કાર્યવાહી હાથ ધરી
હળવદ તાલુકામાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં રેતી ચોરીના પગલે મોરબી ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું હતું જેમાં ખાણ ખનીજ વિભાગે બે ડમ્પર અને ચાર હિટાચી મશીન ઝડપી પાડી મુદ્દામાલ જપ્ત કરી હળવદ પોલીસ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ટીકર પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં રેતી ચોરીના પગલે ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું હતું જેમાં ડમ્પર તેમજ ચાર હિટાચી 1 કરોડ 80 લાખના કુલ મળીને 2 કરોડ 30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેમાં ગાંડાભાઈ રેવાભાઇ ઝાપડા, સોલંકી રણજીતસિંહ નિર્મળસિંહ, વશરામ છગનભાઈ ખોખાણી, સમીર અકબરભાઈ સંધિના હિટાચી અને રેવાભાઇ કાળાભાઈ ઝાપડા અને સોલંકી રણજીતસિંહ નિર્મળસિંહનું ડમ્પર ઝડપી પાડી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
Advertisement