For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પીર સૈયદ દાદાબાપુની દફનવિધિમાં લાખો લોકો ઉમટયાં

12:35 PM Aug 16, 2024 IST | admin
પીર સૈયદ દાદાબાપુની દફનવિધિમાં લાખો લોકો ઉમટયાં

દેશભરના સુન્ની મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને લાખો શિષ્યો, વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખી દાદાબાપુને શ્રદ્ધાંજલી અર્પણ કરી

Advertisement

સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશ ભરનાં સુન્ની મુસ્લિમ સમાજ નાં ધર્મગુરુ લાખો નાં દિલો ની ધડકન અને રહેબરે મિલ્કત કોમી એકતા નાં પ્રખર હિમાયતી શાંત સબ્ર સાથે મુંગા મોઢે દિન દુ:ખિયા ની સેવા ના ભેખધારી અને સૌરાષ્ટ્ર ગુજરાત નાં મોટાં ભાગનાં ગ્રામિણ શહેરી વિસ્તારમાં શિક્ષણિક સંસ્થા તેમજ દીની તાલીમ ઈદારા અને દિકરીઓ માટે રોજગાર લક્ષી તાલીમ કેન્દ્ર દરેક હિન્દુ મુસ્લિમ સમાજ નાં લોકો ને વ્યસન મુક્તિ, આરોગ્ય અને સમાજ જીવન નાં સુધારા સાથે માનવ કલ્યાણ કારી કાર્ય કરતાં કોમી એકતા નાં મશીહા સાવરકુંડલા અને સૌરાષ્ટ્ર ગુજરાત ની આન બાન શાન પીરે તરીકેત સરકાર સૈયદ મુહંમદ દાદા બાપુ કાદરી ફાતમી મદજીઉલ નુરાની સરકાર દુન્યવી પડદો કરી ગયાં હોય અને તેની જાણ સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશ ભરનાં સુન્ની મુસ્લિમ સમાજ માં ફેલાતાં સમગ્ર સુન્ની મુસ્લિમ સમાજ માં ભારે ગમગીની સાથે શોકમય વાતાવરણ ફેલાયું છે.

પીરે તરીકત સરકાર દાદા બાપુ ફાતમી ની બે દિવસ થી અચાનક તબિયત નાદુરસ્ત થતાં અમરેલી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાયાં હતાં તેમની શેહદ માટે દુવાઓ થતી હતી ત્યારે તેમનાં લાખો શ્રદ્ધાળુઓ માં ચિંતા ફેલાય હતી અને અચાનક તેમણે દુનિયા ને વિદાય કરીને પરદો કરી લેતાં અને તેમનાં શિષ્ય અને સૌરાષ્ટ્ર ગુજરાત નાં સુન્ની મુસ્લિમ સમાજ ને જાણ થતાં હજારો ની સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે ઊમટી પડ્યા હતા સમગ્ર ગુજરાતમાં શોકમય વાતાવરણ ફેલાયું છે અને દેશભરના સુન્ની મુસ્લિમ સમાજ નાં ધર્મગુરુ ઓ તેમનાં ચાહકો શિષ્ય અને આલીમો સાહદાત અને હિન્દુ મુસ્લિમ સમાજ નાં આગેવાનો ધર્મ ગુરુઓ તેમનાં નિવાસ સ્થાને દોડી આવ્યા છે સરકાર દાદા બાપુ ફાતમી ની વફાત થતાં તેમનાં પવિત્ર પાર્થિવદેહને સાવરકુંડલા ખાતે આજે દફન વિધિ કરવામાં આવી હતી અને લાખોની સંખ્યામાં સુન્ની મુસ્લિમ સમાજ નાં લોકો દેશ ભર માંથી તેમની દફનવિધિ માં જોડાઈ તેમનાં પરિવારજનો ને આશ્વાસન અને હિંમત આપવા ભારે મેદની ઉમટી હતી. સાવરકુંડલાના હિંદુ - મુસ્લિમ વેપારીઓએ પોતાના ધંધો રોજગાર બપોર પછી બંધ રાખી દાદા બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement