દેશભરમાં લાખો લોકોએ નિહાળ્યો કવોડરેન્ટિડસ ઉલ્કાવર્ષાનો નજારો
અસાધારણ વર્ષ 2025 ના સ્વાગતમાં દુનિયાભરનાં ખગોળ પ્રેમીઓએ અવકાશમાં ક્વોડરેન્ટીડસ ઉલ્કાવર્ષાનો અદ્દભૂત નજારો નિહાળી ઝૂમી ઉઠયા હતાં. પ્રારંભમાં કલાકની 8થી 15 ઉલ્કાવર્ષા પછી તા.2 અને 3 એ મધ્યરાત્રિએ કલાકની 15 થી 100 ઉલ્કાવર્ષા સ્પષ્ટ જોઈ શકાઈ હતી. રાજયમાં ભારત જન વિજ્ઞાન ાથાની અપીલનો નજારો પ્રતિસાદ મળતા દેશભરમાં લાખો લોકોએ અને રાજયમાં દસ લાખ વિજ્ઞાનપ્રેમીઓ, જિજ્ઞાસુઓએ અવકાશી ઉલ્કાવર્ષાનો અદ્દભૂત નજારો નિહાળ્યો હતો.
જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે અવકાશમાં તા. 2 અને 3 જાન્યુઆરી મધ્યરાત્રિથી પરોઢ સુધીમાં ક્રમિક ઉલ્કાવર્ષા પડી હતી. શરૂૂઆતમાં આંકડો નહિંવત હતો, પરંતુ તા.ર થી 3 જાન્યુઅરી સુધી રાત્રિથી પરોઢની વચ્ચે કલાકની 15 થી 100 ઉલ્કા વર્ષા સ્પષ્ટ નિહાળી શકાઈ હતી. જાથાનું રાજય કક્ષાનું આયોજન રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મેટોડા ગામે તથા વિજ્ઞાન જાયાની શાખાઓ દ્વારા જાહેર જગ્યાએ યોજવામાં આવ્યું હતું. ખગોળ પ્રેમીઓએ ખુલ્લા આકાશમાં ઉલ્કા વર્ષ મધ્યરાત્રિ બાદ કલાકની 100 જેટલી ઉલ્કા પડતી નજરે જોઈ, બાદ તા. 1 થી તા. 3 ની વહેલી પરોઢ સુધી મહત્તમ ઉલ્કા વર્ષા પડતી નિહાળી ખગોળ પ્રેમીઓએ અવકાશી ઘટનાનો આનંદ લૂંટયો હતો. ખામટા મહિલા કોલેજના પ્રોફે. શાંતિભાઈ રાબડીયા, અક્ષયભાઈ રૂૂપારેલીયા, વિજયભાઈ સોજીત્રા, હર્ષદભાઈ પીપળીયા, કિશોરભાઈ સોજીત્રા, લાલજીભાઈ સોજીત્રા સહિત આગેવાનોની હાજરીમાં ઉલ્કાવર્ષા નિહાળવાનો કાર્યક્રમ યોજાયો હતો. રોજની લગભગ 40 ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. અંધારી રાત્રે આકાશ સ્વચ્છ હોય એવા સમયે એક કલાકમાં 10-12 ઉલ્કાઓ ખરતી જોવા મળી હતી. જેમાંની ઘણીખરી તો ભૂસપાટી સુધી પહોંચી શકી ન હતી. હવા સાથેનું ઘર્ષણ તેમને ભસ્મીભૂત કરી દે છે. જમીન પર તેમના છૂટાછવાયા રજકણો જ પથરાય છે.