ધ્રોલમાં પરપ્રાંતીય યુવતી પતિના અવસાન બાદ એકાએક લાપતા
12:06 PM Nov 01, 2025 IST | admin
જામનગર જિલ્લાના ધ્રોલના ગ્રામ્ય વિસ્તારમાં લગધીરસિંહ રતુભા જાડેજા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની વતની રાહલીબેન ગોરધનભાઈ વસુનિયા નામની 19 વર્ષની પરપ્રાંતિય શ્રમિક યુવતી, કે જે વાડીમાં પોતાના મકાન માંથી એકાએક લાપતા બની ગઈ હોવાથી વાડી માલિક વગેરે દ્વારા પોલીસ નો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને ગુમનોંધ કરાવવામાં આવી છે.
Advertisement
રાહાલીબેનના પતિ ગોરધનભાઈ નું તાજેતરમાં અવસાન થયું હતું, ત્યારબાદ તેણી વ્યથિત બની હતી, અને પતિના અવસાન બાદ પોતે એકાએ ગુમ થઈ જતાં વાડી માલિક સહિતના અન્ય પરીવારજનો ચિંતાતુર બન્યા હતા, અને ધ્રોલ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસ શ્રમિક મહીલાને શોધી રહ્યા છે.
Advertisement
Advertisement
