For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વકીલોને નોટરી બનાવવા વચેટિયાઓએ કરોડો ખંખેરી લીધા !

05:54 PM Mar 12, 2024 IST | Bhumika
વકીલોને નોટરી બનાવવા વચેટિયાઓએ કરોડો ખંખેરી લીધા
  • ભોગ બનેલા 40 જેટલા વકીલોમાંથી ચાર એડવોકેટે ભાજપ લીગલ સેલમાં કરી ફરિયાદ: વકીલ આલમમાં ચકચાર

રાજ્યમાં સરકારી નોકરી મેળવવામાં અનેક કૌભાંડો થયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ચકચારી ઘટનામાં રાજકોટમાં પ્રેક્ટિસ કરતા 40 જેટલા વકીલોને નોટરીના લાયસન્સ અપાવવા માટે વચેટિયાઓએ કરોડો રૂૂપિયા ખંખેરી લીધા હોવાની રાજકોટ ભાજપ લીગલ સેલમાં ફરિયાદ પહોંચતા વકીલ આલમમાં ખળભળાટ મચી છે.
આ ઘટના અંગે સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજ્ય સરકાર દ્વારા નોટરીની નિમણૂક માટે રાજ્યભરના વકીલોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા જેમાં નોટરી એકટ મુજબ ઉમેદવારી નોંધાવનાર રાજ્યના 80,86 જેટલા વકીલોની નોટરી તરીકે પસંદગી કરવામાં આવી હતી જેમાં રાજકોટમાંથી નોટરીના લાયસન્સ મેળવવા અનેક વકીલોએ નોટરી એક્ટ મુજબ ઉમેદવારી નોંધાવી હતી જેમાં રાજ્ય સરકાર દ્વારા રાજકોટના 190 જેટલા વકીલોને નોટરી બનાવવામાં આવ્યા છે અને નોટરીની નિમણૂક આપવામાં આવતા વકીલ આલમમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રાજ્ય સરકાર અને કાયદા વિભાગનો નવનિયુક્ત નોટરી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે નોટરીની નિમણૂકમાં સુરતમાં કૌભાંડ થયાની ઘટના પ્રકાશમાં આવ્યાના બીજા દિવસે રાજકોટમાં પણ નોટરી કૌભાંડમાં અનેક વકીલો પાસેથી વચેટીયાઓએ પૈસા ખંખેર્યા હોવાની ઘટના સામે આવતા રાજકોટના વકીલ આલમમાં ખળભળાટ મચી ગયો છે રાજકોટમાં નીચેની કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલો અને નોટરીના લાયસન્સ અપાવવા રૂૂ.40 જેટલા વકીલો પાસેથી એકાદ કરોડ રૂૂપિયા લીધા હોવાની રાજકોટ શહેર ભાજપ લીગલ સેલમાં ફરિયાદ ભોગ બનનાર ચાર વકીલ દ્વારા મૌખિક ફરિયાદ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી અને પૈસા લેનાર વચેટીયાઓએ પૈસા પરત કરવા મુદત માંગી હોવાનું પણ ભોગ બનનાર ચાર વકીલોએ ભાજપ લીગલ સેલમાં જણાવ્યું હતું પરંતુ રાજકોટ ભાજપ લીગલ સેલ દ્વારા ભોગ બનનાર વકીલોને મૌખિક નહીં પરંતુ લેખિતમાં રજૂઆત કરવા જણાવ્યું હતું. અને લેખિત ફરિયાદ આવશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. રાજકોટમાં નિમણૂક પામેલા 190 જેટલા વકીલોમાંથી 40 જેટલા વકીલો વચેટીયાઓનો ભોગ બની રૂૂપિયા ગુમાવ્યા હોવાની ઘટના સામે આવતા વકીલ આલમમાં ખળભળાટ મચી જવા પામી છે.

Advertisement

સેટિંગ વાળા 25 વકીલોના નામ વાળું લીસ્ટ થયું હતું કેન્સલ
રાજ્યભરમાં નોટરી એક્ટ મુજબ અનેક વકીલોએ નોટરી બનવા માટે ઉમેદવારી નોંધાવી હતી ત્યારે રાજકોટમાં વચેટીયાઓ દ્વારા 40 વકીલો પાસેથી કરોડો રૂૂપિયા ખંખેરી નોટરી બનાવવાની લાલચ આપી હતી અને જુદા જુદા બે લિસ્ટ બનાવી નામ ઉપર મોકલ્યા હતા જે કૌભાંડ અંગે જાણ થતા સરકાર દ્વારા સેટિંગ વાળા વકીલોના નામ વાળું લિસ્ટ કેન્સલ કરવામાં આવ્યું હતું અને બાદમાં ઉમેદવારી નોંધાવનાર તમામ વકીલોને નોટરીની નિમણૂક આપવામાં આવતા વચેટીયાઓને પૈસા આપનાર વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને પૈસા પરત મેળવવા ધમપછાડા કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી રહી છે.

લેખિત ફરિયાદ આવશે તો કાર્યવાહી કરાશે: પિયુષ શાહ
રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જ વકીલોને નોટરીની નિમણૂક આપવામાં આવી છે. ત્યારે રાજકોટમાં 40 જેટલા વકીલો પાસેથી વચેટીયાઓએ કરોડો રૂૂપિયા પડાવ્યા હોવાની ભાજપ લીગલ સેલમાં ચાર વકીલો દ્વારા મૌખિક ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે ભાજપ લીગલ સેલ દ્વારા લેખિતમાં ફરિયાદ કરાવવા જણાવ્યું જણાવ્યું છે અને ભાજપ લીગલ સેલના સંયોજક પિયુષભાઈ શાહે જો ભોગ બનનાર વકીલો લેખિતમાં ફરિયાદ કરશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement