ભાવનગર નજીક માઢિયા ગામે આધેડ પાણીમાં તણાયા
11:53 AM Jun 19, 2025 IST
|
Bhumika
Advertisement
ભાવનગરના માઢીયા ગામે પાણીમાં તણાતા મોત આઘેડ નું મોત નીપજયું છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના ભાલ પંથકમાં માઢીયા ગામે ખીમજીભાઈ સામતભાઈ સોલંકી નામના આધેડ પોતાના ઘરમાં પાણી ઘૂસી ગયુ હોય જેને લઈને તેઓ ઘરનો સામાન ફેરવી રહ્યા હતા, તે સમયે અચાનક તેમને ચક્કર આવતા તેઓ બેભાન થઈ અને પાણીમાં ડૂબી ગયા હતા, જેની જાણ આજુબાજુના લોકોને થતા તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના તબીબો એ તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. (તસવીર: વિપુલ હિરાણી)
Advertisement