મોરબીના ચાચાપરમાં આધેડનો ઝેરી દવા ગટગટાવી આપઘાત
જાંબુડિયા નજીક પાણીમાં ડૂબી જતા યુવતીનું મોત
ચાચાપર ગામમાં પાણીના ટાંકા પાસે 44 વર્ષીય આધેડ ઝેરી દવા પી ગયા હતા જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા સારવારમાં આધેડનું મોત થયું છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા વિમલભાઈ હીરાભાઈ સોમકીયા (ઉ.વ.44) નામના આધેડ ગત તા. 12-10 ના રોજ ચાચાપર ગ્રામ પંચાયતના પાણીના ટાંકાના ગ્રાઉન્ડમાં કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા રાજકોટ હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
યુવતીનું મોત
જાંબુડિયા ગામ નજીક સિરામિક પાછળ પાણીમાં ડૂબી જતા 26 વર્ષીય યુવતીનું મોત થયું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે. મોરબી તાલુકાના જાંબુડિયા ગામના રહેવાસી કરીબેન લાખાભાઈ ભરવાડિયા (ઉ.વ.26) નામની યુવતી ગત તા. 25 ના રોજ બપોરે જાંબુડિયા ગામ નજીક આવેલ નીલકોર બાર્થ સિરામિક પાછળ કોઈ કારણોસર પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
