For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ સહિત 4 શહેરોમાં શરૂ થશે મેટ્રોલાઇટ અને મેટ્રોનિયો

12:21 PM Aug 19, 2024 IST | Bhumika
રાજકોટ સહિત 4 શહેરોમાં શરૂ થશે મેટ્રોલાઇટ અને મેટ્રોનિયો
Advertisement

ફ્રાન્સની કંપનીને રાજકોટ-ભાવનગર-જામનગર અને વડોદરામાં કોરીડોરના સરવેનું કામ સોંપાયું

ગુજરાત રાજ્યના ચાર શહેરો વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે ફ્રાન્સ સ્થિત એન્જીનિયરીંગ ગ્રુપ સિસ્ટ્રા દ્વારા ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ ( DPR) તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઇ જવાની સંભાવના છે.

Advertisement

આ ચાર શહેરોમાં બે નવા પ્રકારની માસ રેપિડ ટ્રાંઝિસ્ટ સિસ્ટમ (MRTS) વિકસાવવામાં આવશે.જેને MRTSનિયો અને MRTSલાઈટ કહેવાય છે. આ બંને પ્રકારની MRTSસિસ્ટમ ખાસ કરીને નાના અને મધ્યમ કદના શહેરો માટે તૈયાર કરવામાં આવી છે.

ગુજરાતમાં MRTSસબંધિત પ્રોજેક્ટનું કામ સાંભળતા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ચાર શહેરોમાં તૈયાર કરવામાં આવનાર મેટ્રો નિયો અને મેટ્રો લાઈટ પ્રોજેક્ટ પરંપરાગત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ્સ કરતાં ઘણા સસ્તા હશે. આ પ્રોજેક્ટ્સ માટે DPR આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઇ જવાની સંભાવના છે.

સિસ્ટ્રા આ ચાર શહેરોમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે DPR તૈયાર કરવા ઉપરાંત મેટ્રો ટ્રેનના સંચાલન માટેના કોરિડોરની ઓળખ, શહેરોમાં ટ્રાફિકની સ્થિતિનું વિશ્ર્લેષણ તેમજ આ દરેક શહેરોમાં ગ્રોથ સેન્ટરોની ઓળખ કરવાનું કામ પણ કરશે.

અધિકારીએ આગળ જણાવ્યું કે, વધુ ક્ષમતા અને વધુ પડતા ખર્ચને જોતાં નાના શહેરોમાં હાઈ મેગ્નિટ્યૂડ મેટ્રો રેલ સિસ્ટમ તૈયાર કરવી વધુ ખર્ચાળ રહે છે. જેના કારણે આ શહેરોની જરૂૂરિયાતોને પૂર્ણ કરવા ભારત સરકારે મેટ્રો નિયો અને મેટ્રો લાઈટ નામની નવી સિસ્ટમ વિકસાવી છે. જે આ શહેરોમાં વધુ કાર્યક્ષમ સાબિત થશે. મેટ્રો નિયો અને મેટ્રો લાઈટ બંને સિસ્ટમ સમાન રીતે જ કામ કરશે તેમ જાણવા મળ્યું છે.

તેમણે આગળ ઉમેર્યું કે, લાંબા ગાળાની વિકાસ યોજનાઓ અને જરૂૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર આ ચાર શહેરોમાં મેટ્રો ટ્રેન સિસ્ટમ વિકસાવવા માંગે છે અને આ પ્રોજેક્ટના અમલીકરણની જવાબદારી ૠખછઈ ને સોંપવામાં આવી છે.


Advertisement
Tags :
Advertisement
Advertisement