For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેટોડાના યુવાનનું તાવની બીમારીથી મોત : ઝેરી દવા પીધાની તબીબને શંકા

02:56 PM Nov 19, 2024 IST | Bhumika
મેટોડાના યુવાનનું તાવની બીમારીથી મોત   ઝેરી દવા પીધાની તબીબને શંકા
Advertisement

પાંચ દિવસથી તાવની બીમારીમાં સપડાયા બાદ મોત નિપજ્યાનું મૃતકની માતાએ નિવેદન નોંધાવ્યું

રાજકોટની ભાગોળે આવેલા લોધીકા તાલુકાના મેટોડામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવકનું તાવની બીમારી સબબ મોત નીપજ્યું હતું. જ્યારે તબીબે યુવકનું ઝેરી દવા પીવાથી મોત નીપજ્યું હોવાની શંકા વ્યક્ત કરી રીટ્રોગેટ એમ.એલ.સી જાહેર કરતા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધીકા તાલુકાના મેટોડા જીઆઇડીસી ગેટ નં.2માં આવેલ ઓમવાલા કંટ્રોલ કંપનીમાં કામ કરતા મોનુ લક્ષ્મણભાઈ બસેલ નામનો 20 વર્ષનો યુવાન સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડતા તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હોવાની તબીબને શંકા જતા પોલીસ ચોપડે રીટ્રોગેટ એમએલસી નોંધાવી હતી. જ્યારે મૃતક યુવકની માતાએ યુવકનું તાવથી મોત નીપજ્યું હોવાનું પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું.

Advertisement

પ્રાથમિક પૂછપરછમાં મૃતક મોનું બસેલ મૂળ મધ્યપ્રદેશનો વતની હતો અને તે ચાર ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતો. પાંચ દિવસથી તેને તાવ આવતો હતો અને તાવની બીમારી સબબ મોત નીપજયુ હોવાનું પરિવારે જણાવ્યું છે. જ્યારે યુવાનનું ઝેરી દવા પીવાથી મોત નીપજ્યું હોવાની તબીબે શંકા વ્યક્ત કરતા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement