રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રોપર્ટી વેચાણની પદ્ધતિ બદલાશે, હવે બોકસ એરિયા મુજબ લેવાશે ભાવ

01:01 PM Dec 27, 2023 IST | Sejal barot
Advertisement

અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં મોટી ઉથલપાથલ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. અત્યાર સુધી સુપર બિલ્ટ-અપ એરિયા પ્રમાણે મકાનો અને કોમર્શિયલ સ્પેસનું વેચાણ કરનારા બિલ્ડર્સ હવે બોક્સ પ્રાઈસ અને રેરા એરિયા મુજબ ભાવ નક્કી કરશે. તેના કારણે પહેલી જાન્યુઆરીથી ઓન-પેપર પ્રાઈસમાં જંગી વધારો થવાની શક્યતા છે. તેના કારણે ખરીદદારો હવે પોતાને ગમે તેવી વધુ એમેનિટિઝ સાથેની સ્કીમ પસંદ કરી શકશે.
જાન્યુઆરી 2024થી જ અમદાવાદના પ્રોપર્ટી માર્કેટમાં મોટા ફેરફાર આવી શકે છે. ખાસ કરીને તમે એપાર્ટમેન્ટ, વિલા અથવા કોમર્શિયલ સ્પેસ ખરીદવા માંગતા હોવ તો તેની પ્રાઈસ લગભગ બમણી થઈ જશે. હાલમાં જે ફ્લેટનો ભાવ સ્કવેર ફૂટ દીઠ 3500 રૂૂપિયા છે તેના માટે ભાવ વધીને 6500થી 7000 રૂૂપિયા થઈ શકે છે.
બિલ્ડરોએ સુપર બિલ્ટ-અપ એરિયાના બદલે રેરા એરિયાના આધારે ભાવ નક્કી કરવાનું વિચાર્યું છે. રેરા એરિયામાં કાર્પેટ એરિયા ઉપરાંત વોશરૂૂમ અને બાલ્કનીનો સમાવેશ થાય છે. હાલમાં સુપર બિલ્ટ અપ એરિયાની સામે કાર્પેટ એરિયા ઘણો ઓછો હોય છે. ઉદાહરણ તરીકે 2000 ચોરસ ફૂટના એપાર્ટમેન્ટમાં યુઝેબલ રેરા એરિયા માત્ર 1000થી 1200 સ્કવેર ફીટ હોઈ શકે છે.
ક્રેડાઈ અમદાવાદના સભ્યોની તાજેતરની બેઠકમાં આ વિશે વિચારણા કરવામાં આવી હતી. અમદાવાદમાં હવે GIHED પ્રોપર્ટી શો યોજાવાનો છે જેમાં આ નવી સ્ટ્રેટેજી અમલમાં મૂકવામાં આવશે અને માત્ર નક્કી થયેલા રેરા એરિયા મુજબ જ પ્રોપર્ટી વેચાશે.
સૂત્રોએ જણાવ્યું કે ડેવલપર્સ ઘણી બધી એમેનેટિઝ ઓફર કરતા હોય છે જેના કારણે સુપર બિલ્ટ અપ એરિયા વધી જાય છે. તેના કારણે લોકો અલગ અલગ પ્રોપર્ટીના ભાવની સરખામણી કરે ત્યારે તેમાં ગરબડ થાય છે. હવે નવા સુધારા પછી બાયર્સને સ્પષ્ટ માહિતી મળશે કે અસલમાં તેઓ શું ખરીદી રહ્યા છે અને એક જ એરિયામાં અલગ અલગ પ્રોજેક્ટ માટે ભાવ કેમ અલગ હોય છે.
એક ડેવલપરે જણાવ્યું કે અમારા મેમ્બર્સ વચ્ચે આ મુદ્દે સર્વાનુમત થાય ત્યાર પછી અમે 5 જાન્યુઆરીથી શરૂૂ થતા ત્રણ દિવસના પ્રોપર્ટી શોમાં આ ફેરફાર લાગુ કરવાના છીએ. તેઓ GujRERAના અધિકારીઓ પાસેથી એક્સપર્ટ સલાહ લેવાનું પણ વિચારે છે.

Advertisement

બોક્સ પ્રાઈસનો કોન્સેપ્ટ શું છે?

અમદાવાદના બિલ્ડર્સ હવે બોક્સ પ્રાઈસ સિસ્ટમ પણ લાગુ કરવા વિચારે છે. તેમાં એપાર્ટમેન્ટની સમગ્ર પ્રાઈસ આવી જશે. એટલે કે તમામ ડેવલપમેન્ટ ચાર્જિસ, એએમસી, ઔડા ચાર્જિસ, જીએસટી, સ્ટેમ્પ ડ્યૂટી અને બીજા ખર્ચને પણ સામેલ કરીને પ્રાઈસ આપવામાં આવશે. તેનાથી બાયર્સને ખરેખર ફાયદો થશે તેમ બિલ્ડર્સનું કહેવું છે. એક એક્સપર્ટે જણાવ્યું કે બોક્સ પ્રાઈસ પર મકાન ખરીદવાનો અર્થ એ બીજા ચાર્જિસ પર 18 ટકા જીએસટી લાગે છે તેની જગ્યાએ આમાં માત્ર 5 ટકા ટેક્સ લાગશે. આ ઉપરાંત તેમાં સુપર બિલ્ટ -અપ એરિયામાં કઈ સુવિધાઓ સામેલ છે તે પણ સ્પષ્ટ થઈ જશે અને ગ્રાહકોને વધુ ઈન્ફોર્મ્ડ નિર્ણય લેવામાં મદદ મળશે. જોકે, આ બધા ફેરફારો તાત્કાલિક નહીં થાય. ડેવલપર્સ થોડા સમય માટે નવું અને જૂનું બંને મોડેલ લાગુ કરવા માંગે છે.

Tags :
accordingareaboxmethod of property sale will changenow the price will be chargedTheto
Advertisement
Next Article
Advertisement