અગામી 5 દિવસ આ જીલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરીઓ છે. આ ઉપરાંત આજે ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારેથી અતિભારે તો ક્યાંક ભારે વરસાદની શક્યતા છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તથા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા દાહોદ, રાજકોટ, જામનગર, અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહીને પગલે વહીવટી તંત્ર દ્વારા અગમચેતીનાં ભાગરૂપે સાવચેતીનાં પગલા લેવામાં આવ્યા છે.હવામાન વિભાગ દ્વારા અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં આગામી 5 દિવસ સુધી અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત ને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે વરસાદ પડશે.