રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હવામાન વિભાગે રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી: આ 6 જિલ્લામાં અપાયું રેડ એલર્ટ

02:52 PM Jul 15, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

હવામાન વિભાગની આગાહી વચ્ચે ભરૂચ, નર્મદા, સુરત, સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 16થી 20 જુલાઇ સુધી ભારે વરસાદનું વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા વલસાડ, નવસારી, સુરત,દમણ, દાદરા અને નગર હવેલી, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે 12 જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.

સુરતમાં પણ મેઘમહેર જોવા મળી હતી. સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વાસ્તવમાં ઉમરપાડામાં વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

Tags :
gujaratgujarat newsMeteorological departmentMonsoonrainrain fall
Advertisement
Next Article
Advertisement