અવકાશમાં 60 દિવસના વિરામ બાદ ફરી ઉલ્કા વર્ષાનો પ્રારંભ
દુનિયાભરમાં લોકોએ મેં માસમાં ઈટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. 60 દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કા વર્ષાનો પ્રારંભ થનાર છે તેમાં વિશ્વમાં આજથી 31 મી જુલાઈ અને 21 મી ઓગસ્ટ સુધી ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષા આકાશમાં જોવા મળશે.
વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી પૂર્ણ કરી દીધી છે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કા વર્ષાનો અદભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. વરસાદી વાદળા હશે ત્યાં જોવા મળશે નહિ, સ્વચ્છ આકાશમાં જોવા મળશે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે મધ્યરાત્રિ બાદ ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે. જુલાઈ તા. 29, 30 અને તા. 31 ના રોજ તથા ઓગસ્ટના અમુક દિવસોમાં આકાશમાં ઉલ્કા વર્ષાનો વરસાદ જોવા મળશે.
કલાકના 15 થી 20 અને વધુમાં વધુ વિદેશમાં 50 ઉલ્કા વર્ષા જોવા મળશે. આકાશમાં ઉલ્કા જોવા મળશે. ઉલ્કા આકાશમાં જ એક-બે સેક્ધડમાં બળીને રાખ થઈ જાય છે.
જાથાનો પ્રયાસ લોકોને આકાશ તરફ નજર કરતા થાય. ખગોળીય ઘટનાનો અહેસાસ કરવા માનસમાં વાત મુકવી જેથી અવકાશી ઘટના તરફ લાવવા માટે રાજયભરમાં આયોજન જિલ્લા મથકોમાં અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, બોટાદ, ભાવનગર, ગિર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવીભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ-ભુજ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂૂચ, અંકલેશ્વર, વડોદરા, નડીયાદ, આણંદ, ખેડા, તાપી, વ્યારા, ડાંગ-આહવા, દાહોદ, મહીસાગર, ગોધરા, નર્મદા, છોટા ઉદયપુર, અરવલ્લી સહિત નજારો જોવા સંબંધી અભિયાન ચાલી રહ્યું છે.
ઉલ્કા વર્ષા નજારા માટે વ્યવસ્થામાં અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, નિર્ભય જોશી, રાજુ યાદવ, અમિત ડાભી, હર્ષાબેન પંડયા એડવોકેટ, ભાનુબેન ગોહિલ, ભક્તિબેન રાજગોર, એડવોકેટ ભાવનાબેન વાઘેલા સહિત કાર્યકરો કરી રહ્યા છે,