મનોદિવ્યાંગ બાળકો અને આંગણવાડીના ભૂલકાંઓએ મંત્રી ભાનુબેન બાબરિયાને કહ્યું, હેપ્પી બર્થ ડે ટુ યુ
એક પેડ, મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરતાં ભાનુબેન
મહિલા અને બાળ વિકાસ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ તેમના 49માં જન્મ દિવસની ઉજવણી માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહ, કાલાવડ રોડ, રાજકોટ તથા આંગણવાડીના નાના બાળકો સાથે કરી હતી.
મંત્રી બાબરીયાએ જન્મદિવસ નિમિત્તે સાદાઈથી બાળકો સાથે કેક કાપી હતી અને ચોકલેટ વિતરણ કર્યું હતું. ત્યાર બાદ મંત્રીએ મનોદિવ્યાંગ બાળકોને ભોજન પીરસ્યું હતું તથા બાળકો સાથે ભોજન લઈને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.
એક પેડ માં કે નામ અંતર્ગત માનસિક ક્ષતિવાળા બાળકોની ગૃહ સંસ્થામાં મંત્રી ભાનુબેને વૃક્ષારોપણ કર્યું હતું. બાળકોએ હેપ્પી બર્થ ડે ટુ યુ ગીત પોતાની કાલી-ધેલી ભાષામાં ગાઈને જન્મ દિવસની ભાનુબેનને શુભેચ્છાઓ પાઠવી હતી, જે સાંભળીને મંત્રી આનંદિત થયા હતા. આ પ્રસંગે સમાજ સુરક્ષા અધિકારી એસ.એમ.રાઠોડ, બાળ સુરક્ષા અધિકાર એ.યુ.ગોસ્વામી, માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહના અધિક્ષક ડો. મહેશ ચૌહાણ, ચીફ ઓફિસર એમ.એન. ગોસ્વામી ટીમ અને આઈ.સી.ડી.એસ. વિભાગની ટીમ ઉપસ્થિત રહી હતી.