રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિદ્યાના ઘામમાં મેલી વિદ્યા!! વલસાડની શાળામાં ભુવાને બોલાવી 12 મરઘા અને 1 બકરાને બલી ચઢાવી, રસોયાનું કનેક્શન આવ્યું સામે

12:04 PM Dec 27, 2023 IST | Bhumika
Advertisement

 

Advertisement

આપણે એકવીસમી સદીમાં જીવએ છીએ છતાં ભૂવા-ભારાડી અને મેલી વિદ્યાનો પ્રભાવ ઓછો થતો દેખાતો નથી. ત્યારે વલસાડમાંથી એક અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્ય્પ છે. વલસાડમાં અંધશ્રદ્ધાનું આ ભૂત હવે શાળામાં પહોંચ્યું છે. વિદ્યાના ધામમાં 12 મરઘા અને 1 બકરાની બલિ ચઢાવાનો આરોપ લગાવામાં આવી રહ્યો છે. આરોપ મુજબ શાળાના કેમ્પસમાં લોહી પડેલું હતું ને કુંકુ ગુલાલ અને તેમજ ત્યાં મરધાના પીછાં પણ જોવા મળ્યા હતાં.

વલસાડમાં વિદ્યાના ધામમાં મેલી વિદ્યાનો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. નગડધરી ગામની પ્રાથમિક શાળામાં ભૂવાને બોલાવી મેલી વિદ્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવામાં આવી રહ્યો છે. શાળા નજીક વિધિના નામે મરઘા અને બકરાની બલી ચઢાવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અંધશ્રદ્ધામાં શાળાને જમીન દાનમાં આપનાર પરિવારના રસોયાએ વિધિ કરાવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો. રસોયાએ 12 મરધા અને 1 બકરાને કાપી નાખ્યા હોવાનું સામે આવ્યું છે.શાળામાં મેલી વિદ્યાના આરોપથી ચકચાર મચી જતાં DEPOએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. DEPO ડી બી બારિયાએ તાત્કાલિક તપાસ આદેશ આપ્યા છે.

દિનેશ ભોયે નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે 'શાળામાં એક રસોયો છે તેણે ડાંગના ખીરમાની ગામથી ભગત બોલાવ્યા અને તે દિવસ દરમિયાન કઇંક ખોદતાં હતા. હું રાતના સમયે ત્યાં ગયો ત્યારે 12 મરધાને કાપી નાખવામાં આવ્યા હતા અને 1 બકરાની બલિ પણ ચડાવામાં આવી હતી, 25 નાળિયેર પણ હતા. આ મેલી વિદ્યાની અસર બાળકો પર માનસિક રીતે થઈ શકે છે'

 

Tags :
gujaratgujarat newsSuperstitionValsadValsad newsValsad school
Advertisement
Next Article
Advertisement